71 વર્ષીય ભારતી ગોહિલ દ્વારા સ્વર્ગીય પતિને અનોખી ભાવાંજલી : 6 અને 7 ફેબ્રુઆરી પ્રદર્શન
ભાવનગર તા.3/2/2022
ભાવનગરના વતની અને ગુજરાતના જાણીતાં પીઢ પત્રકાર અને કવિ સ્વ. મહેન્દ્ર ગોહિલ (ઉલ્કા) ના આગામી જન્મદિન નિમિત્તે તા. 6 અને 7 ફેબ્રુઆરીના રોજ બે દીવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન કરાયું છે. સ્વ. મહેન્દ્રભાઈ ગોહિલના ધર્મપત્ની 71 વર્ષીય ભારતીબહેન ગોહિલ દ્વારા બનાવેલ ચિત્રો તેમના પ્રત્યેની પ્રેમ, લાગણી અને ભાવાંજલી અભિવ્યક્ત કરે છે.
આ ચિત્ર પ્રદર્શન આગામી તા.6 અને 7 ફેબ્રુઆરી એ ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી સરદારનગર સર્કલ ભાવનગર ખાતે સવારે 10 થી 7 સુધી યોજાનાર છે.
ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર પીઢ પત્રકાર મહેન્દ્રભાઈ ગોહિલનું નિધન છઠ્ઠી ઓક્ટોબર 2020ના રોજ થયું હતું.
તેઓએ અનેક પત્રકારોને નવી દિશા આપી. નવી પેઢીના પત્રકારો માટે તેઓ હરતી ફરતી વિશ્વવિદ્યાલય સમાન હતા. તેઓ એક ઉમદા પત્રકાર ઉપરાંત સારા લેખક, કવિ અને બહિર્મુખી પ્રતિભાના માલિક હતા.
તેમના આગામી જન્મદિવસ નિમિત્તે તેમના પરિવાર દ્વારા ચિત્ર પ્રદર્શન યોજી ક્લારસિક નગરજનોને પ્રદર્શન નિહાળવા જાહેર નિમંત્રણ અપાયું છે.
પ્રદર્શનમાં આવનાર તમામ નગરજનો કોરોના ગાઈડ લાઇનને અનુસરે તેવો અનુરોધ કરાયો છે.