➡ ગઇ તા.૨૬/૦૧/૨૦૨૨નાં રોજ ભાવનગર જીલ્લાનાં સનેસ ગામે રહેતાં ખીમજીભાઇ તળશીભાઇ જાજડીયાએ એવાં મતલબની ફરિયાદ દાખલ કરાવેલ કે, ગઇ તા.૨૫/૦૧/૨૦૨૨નાં રોજ તે તથા તેનાં પત્નિ ઘરે સુઇ ગયેલ. ત્યારે રાત્રીનાં સમયે ઘરની દિવાલ કુદી પાંચેક માણસો ઘરમાં આવતાં જાગી જોયેલ તો લોખંડની નાની ટોમી, લાકડાનો ધોકો અને મોઢા ઉપર મફલર જેવી કોઇ વસ્તુ બાંધેલ પાંચેય માણસોએ ગાળો આપી,તારી પાસે જે કાંઇ પૈસા હોય તે આપી દે નહીતર તને જાનથી મારી નાખીશુ તેમ કહી તેમાંથી ત્રણ માણસોએ ફરિયાદીશ્રીને ઢીકા પાટુનો માર તથા લોખંડની નાની ટોમી અને લાકડાનાં ધોકાથી પડખામાં ઠોસા મારી ઓછાડ ફાડી બંને હાથ બાંધી દીધેલ.તેઓએ ફરિયાદીશ્રીનાં પેન્ટનાં ખિસ્સામાંરાખેલ રૂ.૪૮,૦૦૦/-અને નોકિયા કંપનીનો મોબાઇલ લઇ લીધેલ. તેઓએ ફરિયાદીશ્રીનાં પત્નિને પણ બાંધી દઇ ઘરમાં શોધખોળ કરેલ. પછી ફરિયાદીશ્રી ને તેનાં પત્નિની સાથે રૂમમાં રહેલ પલંગ ઉપર સુવડાવી બાંધી દઇ જતાં રહેલ. ત્યાર પછી જેમ-તેમ બાંધેલ હાથ છોડાવતાં પાડોશીઓને ઉપરોકત બનાવ ની જાણ કરી પોલીસ સ્ટેશન આવી ફરિયાદ દાખલ કરાવેલ.આ ગુન્હાની તપાસ આઇ.ડી.જાડેજા પો.સબ ઇન્સ., વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન,ભાવનગર નાંઓએ સંભાળેલ હતી.
➡ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા એ.એસ.પી. શ્રી સફીન હસન સાહેબે આ ગુન્હાની અને પરિસ્થિતી ની ગંભીરતા ધ્યાને લઇ આ ગુન્હો શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ,ભાવનગરનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા,પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા આઇ.ડી.જાડેજા પો.સબ ઇન્સ.,વેળાવદર ભાલ પો.સ્ટે. નાંઓને સુચના આપેલ.
➡ આ ગુન્હો શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા માટે એલ.સી.બી. તથા વેળાવદર ભાલ પો.સ્ટે.નાં સ્ટાફ સી.સી.ટી.વી. ફુટેજ, ટેકનીકલ સેલ તથા હ્યુમન સોર્સીસથી ઝીણવટભરી તપાસ શરૂ કરેલ.આ પ્રકારનાં ગુન્હાઓમાં અગાઉ પકડાય ગયેલ માણસોની ખુબ જ ઝીણવટભરી રીતે પુછપરછ કરવામાં આવેલ. આ તપાસ દરમ્યાન ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસથી માહિતી મેળવવા માટે સઘન પ્રયાસો કરતાં માહિતી મળી આવેલ કે,આ ધાડનાં ગુન્હામાં શિહોરમાં રહેતાં દેવીપુજક વશરામભાઇ વેરશીભાઇ વાઘેલા તેનો દિકરો તથા તેનાં ભાઇઓ સંડોવાયેલ છે.જે માહિતી અંગત બાતમીદારોથી વેરીફાય કરતાં-કરાવતાં માહિતી સાચી હોવાની ખાતરી કરી નીચે મુજબનાં માણસોની પુછપરછ કરતાં તેઓએ ઉપરોકત ગુન્હાની કબુલાત કરતાં તેઓનો કોરોના ટેસ્ટ કરાવી રીપોર્ટ નેગેટીવ આવતાં તેઓની આ ગુન્હાનાં કામે ધોરણસર અટકાયત કરવામાં આવેલ. આ ગુન્હાનાં કામે આરોપીઓ પાસેથી ઉપરોકત ગુન્હામાં ગયેલ રોકડ પૈકી રૂ.૨૨,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૬ કિ.રૂ.૧૨,૦૦૦/- મળી કુલ રૂ.૩૪,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
1. વશરામભાઇ વેરશીભાઇ વાઘેલા ઉ.વ.૪૫
2. કરણ વશરામભાઇ વાઘેલા ઉ.વ.૨૧
3. અર્જુન ઉર્ફે અરજણ વેરશીભાઇ વાઘેલા ઉ.વ.૩૦
4. ગોરધન ઉર્ફે ગોડી વેરશીભાઇ વાઘેલા ઉ.વ.૨૭
5. હરજીભાઇ વેરશીભાઇ વાઘેલા ઉ.વ.૩૫ રહે.તમામ દેવીપુજક વાસ, રામદેવનગર,કરકોલીયા રોડ, શિહોર જી.ભાવનગર
➡ આમ, ભાવનગર,એલ.સી.બી. તથા વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન તથા ટેકનીકલ સેલની ટીમે કરેલ અથાગ પ્રયત્નોનાં પરિણામ સ્વરૂપ ખુબ જ પડકારજનક કહી શકાય તેવો ધાડનાં ગુન્હાનો ભેદ ઉકેલવામાં ભાવનગર પોલીસને ખુબ જ મહત્વની સફળતા મળેલ છે.
➡આ સમગ્ર કામગીરીમાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.), ટેકનીકલ સેલ,વેળાવદર ભાલ પો.સ્ટે.ની ટીમનાં માણસો જોડાયા હતાં.