➡પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડસાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા,પો.સબ.ઇન્સ. શ્રી એન.જી. જાડેજા,શ્રી પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
➡આજરોજ એલ.સી.બી.નાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીઓની તપાસ સબબ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ. અરવિંદ ભાઇ બારૈયા તથા પો.કોન્સ. અલ્તાફભાઇ ગાહાને બાતમીરાહે હકિકત મળેલ કે, અલંગ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૦૩૨૨/૨૦૨૦ ઇ.પી.કો.કલમઃ-૩૬૩,૩૬૬ મુજબનાં ગુન્હા નાં કામે નાસતાં-ફરતાં આરોપી વિક્રમ વિરાભાઇ આજરા રહે.ઇસોરા તા.તળાજા જી.ભાવનગરવાળા હાલ-શેરી નંબર-૧૫, વિશ્વકર્મા સોસાયટી, ૧૫૦ રીંગ રોડ, વાવડી, રાજકોટ ખાતે રહે છે. જે હકિકત આધારે ભાવનગરથી રવાના થઇ હકિકતવાળી જગ્યાએ તપાસ કરતાં આરોપી વિક્રમ ઉર્ફે વિજય વિહાભાઇ આજરા ઉ.વ.૨૫ ધંધો-મજુરી રહે.મુળ-ઇસોરા તા.તળાજા જી.ભાવનગર વાળા હાલ- શેરી નંબર-૧૫, વિશ્વકર્મા સોસાયટી, ૧૫૦ રીંગ રોડ,વાવડી, રાજકોટ તથા આ ગુન્હાનાં કામે ભોગ બનનાર હાજર મળી આવેલ.તેઓ બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે અલંગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
➡આમ, ભાવનગર,એલ.સી.બી.ને છેલ્લાં પોણા બે વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં સફળતા મળેલ છે.
➡આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એન.જી.જાડેજાસાહેબ,પી.આર. સરવૈયાસાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર હેડ કોન્સ.અરવિંદભાઈ બારૈયા, મહિપાલસિંહ ગોહિલ, મહેન્દ્રભાઇ ચૌહાણ તથા પોલીસ કોન્સ. અલ્તાફભાઇ ગાહા તથા ડ્રાયવર પદુભા ગોહિલ એ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતાં.