➡ ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા,શ્રી પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. તથા પ્રિવેન્શન ઓફ ક્રાઇમ સેલ સ્ટાફનાં માણસોને માથાભારે ઇસમો, ગે.કા.નાણાં ધીરધાર, પ્રોહીબિશનને લગતી ગે.કા. પ્રવૃતિઓ કરનારાં ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળની કાર્યવાહી કરવા તથા પાસાના વોરંટની બજવણી નહી થયેલ ઇસમોને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.
➡ ભાવનગર શહેરમાં અગાઉ ઇંગ્લીશ દારૂનાં કુલ-૦૫ જેટલાં કેસોમાં પકડાય ગયેલ ઇસમ અર્જુન રણજીતભાઇ મકવાણા રહે.પ્લોટ નં.૬૩/એફ,૫૦ વારીયા, રાજારામનાં અવેડા પાસે,ચૌદ નાળા, ભાવનગરવાળા પકડાય ગયેલ. આ ઇસમ સતત ઇંગ્લીશ દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલ હોવાથી તેનાં વિરૂધ્ધ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી, ભાવનગરનાંઓ તરફ મોકલી આપતાં દરખાસ્ત મંજુર કરવામાં આવેલ. જે અંગે ઇશ્યુ થયેલ વોરંટની આજરોજ અર્જુન રણજીતભાઇ મકવાણા રહે.પ્લોટ નં.૬૩/એફ,૫૦વારીયા,રાજારામનાં અવેડા પાસે, ચૌદ નાળા,ભાવનગરવાળાને બજવણી કરી તેને સાબરમતી મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ.
➡ આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, શ્રી પી.આર.સરવૈયાની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં હરગોવિંદભાઇ બારૈયા,હિતેશભાઇ મકવાણા, રવિરાજસિંહ ગોહિલ,ઘનશ્યામભાઇ ગોહિલ, ભહિપાલસિંહ ચુડાસમા, સંજયભાઇ ચુડાસમા એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતાં.