કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સમગ્ર રાજ્યમાં ફ્રેબ્રુઆરી માસમાં ગરીબ કલ્યાણ મેળા યોજાનાર છે જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં આગામી ૨૪ ફેબ્રુઆરીએ યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે કલેક્ટર શ્રી નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષસ્થાને વર્ચ્યુંયલ બેઠક યોજાઇ હતી.
રાજ્ય સરકારના ગરીબી ઉન્મૂલન માટેના મહત્વાકાંક્ષી ગરીબ કલ્યાણ મેળામાં છેવાડાના ગરીબ વ્યક્તિને તેનો લાભ મળી રહે તે માટેનુ ખાસ આયોજન થાય તે માટે રાજ્યની સંવેદનશીલ સરકાર સતત સક્રિય રહીને લાભાર્થીને યોજનાકીય લાભ આપવા આગામી ૨૪,૨૫,૨૬ ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે. જેમાં અરવલ્લીનો જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ૨૪ ફેબ્રુઆરી મોડાસા ખાતે યોજાશે.
આ ગરીબ કલ્યાણ મેળામાં ગામડાના જરૂરિયાતમંદ લાભાર્થીઓને અગ્રતા આપી એક મંચ પરથી વિવિધ યોજનાકીય સાધન સહાયથી ગરીબ લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવશે, જેમાં દરેક અમલીકરણ અધિકારીઓ ખાસ રસ લઈ પોતાના વિભાગની યોજનાઓના લાભાર્થીઓની યાદી તૈયાર કરી આ મેળા થકી વધુમાં વધુ લાભાર્થીઓને સરકારી સહાય મળી રહે તે માટે આયોજન કરવા કલેક્ટરશ્રીએ અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.
આ વર્ચ્યુયલ મીટીગમાં નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ડી.બી.દાવેરા,નાયબ વનસંરક્ષકશ્રી,જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીશ્રીઓ અને પ્રાંત અધિકારીશ્રીઓ વર્ચ્યુંયલ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.