ડુગરવાડા ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજ્યો 150 કરતા વધુ લોકોએ લીધો લાભ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મોડાસા તાલુકા ના ડુધરવાળા મુકામે શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ મેઘરજ અને જાયન્ટ્સ પરિવાર મોડાસા દ્વારા અરવલ્લી જિલ્લા ના સામાજિક કાર્યકર અને જીવદયા પ્રેમી નિલેશ જોશી ના જન્મદિન નિમિત્તે નેત્ર નિદાન કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ . જરુરીયાત મંદ વ્યક્તિઓને નેત્ર નિદાન અને સાથે મોતિયાનું ઓપરેશન અને ચશ્મા નુ વિતરણ કરવામાં આવ્યું જેમાં 152 દર્દીઓએ પોતાની આંખોની તપાસ કરાવી હતી જેમાં દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે ની કાર્યવાહી કરવામાં આવશે. સદર કાર્યક્રમમાં સ્કૂલના બાળકો સાથે થોડો સમય વિતાવી બાળપણ ના સ્કૂલ ની યાદ તાજી કરી બાળકો સાથે સેવા પરમો ધર્મ વિશે ની વાત કરવામાં આવી . નિલેશ જોશીએ વધુ મા જણાવ્યું હતું કે જન્મદિન કે વ્યક્તિના કોઈ પણ સારા કાર્યક્રમમાં આવું સેવાભાવ જોડવામાં આવે તો લોકોને મદદરૂપ થઇ શકાય છે.નજીક ના સમયમા નિલેશ ભાઈ એ શ્રવણ શકિત ગુમાવેલ વ્યકિતઓ માટે નિશુલ્ક મશીન ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હતી.આ કાર્યક્રમમાં ડુધરવાળા ના સરપંચ ગીતાબેન ભરવાડ સર્વ શિક્ષા અભિયાન ના અમિત કવી, યુવા મોર્ચા ના ધર્મેન્દ્ર સિંહ રાઠોડ, કિરણ પુજારા ,મહેન્દ્ર ભાઈ ભરવાડ શાળાના આચાર્ય જલારામ ટ્રસ્ટ ના બી પી બામણીયા હાજર રહ્યા હતા.