શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે શુક્રવારે ગુજરાતના રાજપૂત કરણીસેના પ્રદેશ અધ્યક્ષ જે.પી જાડેજા સહિત વિવિધ પ્રદેશના અગ્રણીઓ અને જિલ્લાના આગેવાનોએ અંબાજી આવી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ રાઠોડને શ્રઘ્ધાંજલી આપી હતી. મહેન્દ્રસિંહ રાઠોડનુ દુઃખદ અવસાન 6 ફેબુઆરીએ થતા અંબાજી ખાતે 11 ફેબ્રુઆરીએ તેમની શ્રદ્ધાંજલી સભા ચામુંડા અતિથિ ગૃહ મા રાખવામા આવી હતી.
શુક્રવારે બપોરે જે પી જાડેજા સહિતના આગેવાનોએ અંબાજી ખાતે હાજરી આપી દુ:ખ વ્યક્ત કર્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ મહેન્દ્રસિંહને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. પરિવારજનોને સાંત્વના પાઠવી શોકની લાગણી વ્યક્ત કરી હતી.અંબાજી રાજપૂત સમાજના અગ્રણીઓ જે પી જાડેજા સહિતના આગેવાનો ત્યારબાદ અંબાજી મંદિરના દર્શન કર્યા હતા. જે.પી જાડેજાએ અંબાજીમા મહેન્દ્રસિંહના શ્રઘ્ધાજલી સભામાં ભારે દુઃખ વ્યકત કર્યું હતું. 11 ફેબ્રુઆરીએ જે આગેવાનો હાજર રહ્યા હતા તેમની યાદી નીચે મુજબ છે.
1.શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જે પી જાડેજા
2.ગુજરાત પ્રદેશ સચીવ સુરપાલ સિંહ
3.બનાસકાંઠા અધ્યક્ષ અર્જુનસિંહ
4.બનાસકાંઠા ઉપાધ્યક્ષ સંદીપ સિંહ ફોજી
5. અંબાજી શહેર ઉપાધ્યક્ષ જ્યેન્દ્ર સિંહ તોમર
6.શકિતસિંહ ડાભી
7.માલસિહ ચૌહાણ
8.યશપાલસિહ વાઘેલા, થરાદ
અંબાજી પ્રહલાદ પૂજારી