કપિલ પટેલ દ્વારા અરવલ્લી
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જોવા મળે છે.મહિલાઓ અસલામતી અનુભવતા જાગૃત મહિલાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.ભિલોડા તાલુકાના જુમસર ગામમાં મહિલાને બિભત્સ અપશબ્દો બોલીને છેડતી કરતા ચકચાર મચી જવા પામી છે.મહિલાએ જુમસર ગામના ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.કરીયાણાનો સામાન ખરીદી અર્થે નીકળેલી મહિલાનું મોપેડ ઈસમોએ ઉભું રખાવીને બિભત્સ વર્તન કર્યું , જીભાજોડી કરી અને અપશબ્દો ઉચ્ચારી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી.જુમસર ગામના ત્રણેય ઈસમો કારમાં બેસીને આવ્યા હતા.આ બનાવ સંદર્ભે ભરત જીવાભાઈ પાંડવ , સંદિપ જીવાભાઈ પાંડવ , મહેશ ધીરૂભાઈ પાંડવ ત્રણેય ( રહેવાસી . જુમસર , તા. ભિલોડા ) વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.