Breaking NewsLatest

ઈતિહાસનો સૌથી મોટો ચુકાદો : અમદાવાદ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતને ફાંસી, 11 દોષિતને આજીવન કેદની સજા – વર્ષ 2008માં અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આખરે પીડિતોને ન્યાય મળ્યો

– અમદાવાદ બ્લાસ્ટ કેસનો ચુકાદો દેશના ઈતિહાસમાં પહેલો એવો ચુકાદો બન્યો

– મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, ઇજાગ્રસ્તને 50 હજાર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર આપવા આદેશ કરાયો

અરવલ્લી ના મોડાસા ના ડૉક્ટર દાંપતિ પ્રેરક રમેશભાઈ શાહ અને કિંજલ શાહ એ પણ બ્લાસ્ટમાં જીવ ગુમાવ્યો હતો
ડોકટર ના પિતા રમેશભાઈ શાહ એ ચુકાદા ને આવકર્યો અને પોલીસ ની સરાહનીય કામગીરી ને બિરદાવી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લા ના મોડાસા ના વણિક પરિવાર ના ડોકટર દંપતી ડોકટર પ્રેરક આર શાહ અને તેમની સગર્ભા પત્ની કિંજલ શાહ પણ બ્લાસ્ટ માં જીવ ગુમાવ્યો હતો
વર્ષ 2008માં અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આખરે પીડિતોને ન્યાય મળ્યો છે.લાંબા સમયની ઈંતેજારી બાદ ચુકાદો આવ્યો છે.અમદાવાદ બ્લાસ્ટ કેસનો ચુકાદો દેશના ઈતિહાસમાં પહેલો એવો ચુકાદો બન્યો છે,જેમાં પહેલીવાર 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવાઈ છે. અમદાવાદ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવાઈ છે. તો 11 દોષિતોને આજીવન કેદની સજા ફટાકારાઈ છે. આરોપી નંબર 1 થી 18 ને ફાંસીની સજા ફટાકારાઈ છે. સાથે જ મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, ઇજાગ્રસ્તને 50 હાજર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર આપવા આદેશ કરાયો છે. દરેક દોષિતોને 10-10 હજાર રુપિયાનો દંડ ફટકારાયો છે. તો સૌથી વધુ 7 હજાર 15 પાનાંનો ચુકાદો આપવામાં આવ્યો છે.

2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 9 ફેબ્રુઆરીએ અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો.જેમાં કુલ 77 આરોપીમાંથી 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 28 આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.

દોષિતો પર શું આરોપ છે ?
બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપીઓની વાત કરીએ તો. ઇકબાલ શેખ પર ઠક્કરનગરમાં સાયકલ બ્લાસ્ટ અને AMTSમાં બ્લાસ્ટ કરવાનો આરોપ છે. તો ઇસ્માઇલ ઉર્ફે રાજિક પર એલ.જી.હોસ્પિટલમાં વિસ્ફોટકો ભરેલી કાર મુકીને બ્લાસ્ટ કરવાનો આરોપ છે. જ્યારે અફઝલ ઉસ્માની નામના આરોપી પર સિવિલમાં વિસ્ફોટકો ભરેલી કાર મુકીને બ્લાસ્ટ કરવાનો આરોપ છે. તો અન્ય આરોપી મુફ્તી અબુબસર શેખ પર બ્લાસ્ટનું કાવતરૂ ઘડીને મદદગારીનો આરોપ છે. જ્યારે અન્ય મુખ્ય આરોપી છે ઉજ્જૈનના મહાકાલનો સફદર હુસૈન નાગોરી. નાગોરી પર બ્લાસ્ટ માટે ફંડ એકત્ર કરવાનો આરોપ છે.

બ્લાસ્ટ કેસના ખાસ જજ આર.આર પટેલે ચુકાદામાં 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે અને 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે કોને ફાંસીની સજા મળી છે અને કોને આજીવન કેદની સજા મળી તે જોઈએ.

આ દોષિતોને મળી ફાંસીની સજા
આરોપી નં-1 જાહીદ કુતબુદ્દીન શેખ ફાંસી
આરોપી નં-2 ઈમરાન ઈબ્રાહીમ શેખને ફાંસી
આરોપી નં-3 ઈકબાલ કાસમ શેખ ફાંસી
આરોપી નં-4 સમસુદ્દીન શાહબુદ્દીન શેખ ફાંસી
આરોપી નં-5 ગ્યાસુદ્દીન અબ્દુલ હલીમ અન્સારી ફાંસી
આરોપી નં-6 મોહમદ આરીફ કાગઝી ફાંસી
આરોપી નં-7 મહંમદ ઉસ્માન અગરબત્તીવાલા ફાંસી
આરોપી નં-8 યુનુસ મહમદ મન્સુરી ફાંસી
આરોપી નં-9 કમરુદ્દીન મહંમદ નાગોરી ફાંસી
આરોપી નં-10 આમીલ પરવાઝ શેખ ફાંસી
આરોપી નં-11 સાબલી અબ્લુદ કરીમ મુસ્લીમ ફાંસી
આરોપી નં-12 સફદર હુસેન જહરુલ હુસેન નાગોરી ફાંસી
આરોપી નં-13 હાફીઝ હુસેન તાજુદ્દીન મુલ્લા ફાંસી
આરોપી નં-14 મોહમદ ગુલામ ખ્વાજા મન્સુરી ફાંસી
આરોપી નં-15 મુફ્તી અબુબસર અબુબકર શેખ ફાંસી
આરોપી નં-16 અબ્બાસ ઉંમર સમેજા ફાંસી
આરોપી નં-18 જાવેદ એહમદ શેખ ફાંસી
આરોપી નં-27 મહંમદ ઈસ્માઈલ મહંમદ ઈસાક મન્સુરી
આરોપી નં-28 અફઝલ મુતલ્લીબ ઉસ્માની
આરોપી નં-31 મહંમદ આરીફ જુમ્મન શેખ
આરોપી નં-32 આરીફ બસીરૂદ્દીન શેખ
આરોપી નં-36 મહંમદ આરીફ નસીમ અહેમદ મીરઝા
આરોપી નં-37 કયામુદ્દીન સરફુદ્દીન કાપડીયા
આરોપી નં-38 મહંમદ સેફ
આરોપી નં-39 જીશાન ઈશાન અહેમદ શેખ
આરોપી નં-40 ઝીયાઉર અબ્દુલ રહેમાન તેલી
આરોપી નં-42 મહંમદ શકીલ લુહાર
આરોપી નં-44 મોહંમદ અકબર ઈસ્માઈલ ચૌધરી
આરોપી નં-45 ફઝલે રહેમાન દુર્રાની
આરોપી નં-47 અહેમદબાવા અબુબકર બરેલવી
આરોપી નં-49 સરફુદ્દીન
આરોપી નં-50 સૈફુર રહેમાન
આરોપી નં-60 સાદુલી અબ્દુલ કરીમ
આરોપી નં-63 મોહંમદ તનવીર પઠાણ
આરોપી નં-69 આમીન નઝીર શેખ
આરોપી નં-70 મોહમદ મોબીન
આરોપી નં-75 મોહમ્મદ રફીક મસકુર અહેમદ
આરોપી નં-78 તૌસીફખાન પઠાણ
આ દોષિતેને મળી આજીવન કેદ
આરોપી નં-20 અતીકઉર રહેમાન અબ્દુલ હકીમ મુસલમાન
આરોપી નં-21 મહેંદીહસન અબ્દુલ હબીબ અન્સારી
આરોપી નં-22 ઈમરાન અહેમદ સીરાજ અહેમદ હાજી પઠાણ
આરોપી નં- 26 મહંમદ અલી મહોરમ અલી અન્સારી
આરોપી નં-30 મહંમદ સાદ્દીક શેખ
આરોપી નં-35 રફીઉદ્દીન સરફુદ્દીન કાપડીયા
આરોપી નં-43 અનીક ખાલીદ શફીક સયૈદ
આરોપી નં-46 મોહંમદ નૌસાદ મોહંમદ ઈરશાદ સયૈદ
આરોપી નં-59 મોહંમદ અન્સારી
આરોપી નં-66 મોહંમદ સફીક અન્સારી
આરોપી નં-74 મોહમદ અબરાર બાબુખાન મણીયાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 678

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *