કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મોડાસા તાલુકાના ટીંટોઈ ગામના સોની બંધુઓ ગોધરા ખાતે સામાજિક કામ અર્થે જવા માટે ટીંટોઈ ગામના જ વતની અને ઇકો કાર ભાડે ચલાવવાના વ્યવસાયથી જોડાયેલા એવા દિલાવર ખાન પઠાણ ની ઇકો કાર ભાડે કરી ગોધરા મુકામે સામાજિક કામ અર્થે ગયા હતા જ્યારે સોની બંધુઓને તેમના સરનામે ઉતારી દિલાવર ખાન પઠાન સોની બંધુઓને કહ્યું હતું કે તમારે પરત ટીંટોઈ ફરવાના સમયે મને ફોન કરી જણાવશો તેટલી વારમાં હું ગોધરામાં મારા કામ પતાવી દઉં જ્યારે સોની બંધુઓનો પરત ફરવાનો સમય થયો ત્યારે વારંવાર દિલાવર ખાન પઠાન ના મોબાઈલ ઉપર સંપર્ક કરાતા સંપર્ક થયો ન હતો જેથી કરી ટીંટોઈ થી ભાડે ઇકો કાર કરી ગોધરા ગયેલા સોની બંધુઓ માં ચિંતા ઉપજી હતી ટીંટોઈ ના સોની કૌશિકભાઇ દ્વારા દિલાવર ખાન પઠાણ ના મોબાઇલનું લોકેશન જાણ્યું હતું દિલાવર ખાન પઠાન ના મોબાઇલનું લોકેશન નજીકમાં આવેલ પાર્કિંગ સ્થળ માં જણાઈ આવ્યું હતું તો લોકેશનના આધારે પાર્કિંગ સ્થળ પર સોની બંધુઓ પહોંચી તપાસ કરી હતી પરંતુ દિલાવર ખાન પઠાન નું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજયુ હોવાનું માલુમ થયું હતું ત્યારબાદ કૌશિકભાઇ સોની દ્વારા સમગ્ર મામલે ટીંટોઈ ખાતે સગા સંબંધીઓને જાણ કરી હતી તથા મૃતકની લાશને ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા ટીંટોઈ ખાતે લાવવામાં આવી હતી સોની બંધુઓ દ્વારા માનવતા નો સંદેશો આપ્યો હતો દિલાવર ખાન પઠાન તેમના રમૂજી અને મિલનસાર સ્વભાવ ના કારણે ગામમાં લોકપ્રિય હતા તેમના આકસ્મિક અવસાનથી લોકોમાં દુઃખની લાગણી પ્રસરી હતી