રિપોર્ટિંગ આનંદ ગુરવ.સુરત
પોલીસે જણાવ્યું હતું કે, ઘટના સોમવારની રાતની છે. દેવરામ ભરતભાઇ ચૌધરી પાર્ટનરશિપમાં કૈલાશ નગર દેવ નારાયણ કોમ્પ્લેશમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા હતા. સોમવારે દુકાન પર આવેલા દેવરામ પાસે ગ્રાહકે ખાવાનું તેલ માગી વિવાદ કર્યો હતો. ખબર નથી પડતી ઇલેક્ટ્રિકની દુકાન પર તેલ માગે છે કહી દેવરામભાઈએ ઠપકો વાત વાત ઝઘડા સુધી પહોંચી ગઈ હતી.અજાણ્યા ઇસમે ફોન કરી મિત્રો બોલાવ્યા બાદ દેવરામને દુકાનની બહાર કાઢી જાહેરમાં ફટકાર્યા હતા. ત્યારબાદ ચપ્પુના ઘા મારી પતાવી દેવાયા હતા. દેવરામભાઈ મોતને ભેટ્યા હોવાનું જાણતાની સાથે જ હુમલાખોરો ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી. CCTV કેમેરા પૂટેજ લઇ
હાલ તપાસ ચાલી રહી છે.
સુરતના લિંબાયતના કૈલાશનગર વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરની ઘટના..
લીંબાયતમાં કૈલાશનગરની સામે કલ્પના સોસાયટીની ઘટના..
7 જેટલા આરોપીઓએ તીક્ષ્ણ હથિયારની અણીએ ચલાવી લૂંટ..
લૂંટ કર્યા બાદ એક વ્યક્તિની હત્યા પણ કરી દેવાઈ..
કિંમતી વસ્તુઓ અને રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન.
આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ..