➡ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા, પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, શ્રી પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
➡ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં પો.હેડ કોન્સ. મહેન્દ્દભાઇ ચૌહાણ તથા પો.હેડ કોન્સ. સાગરભાઇ જોગદિયા ને બાતમીરાહે હકિકત મળેલ કે,બોરતળાવ પો.સ્ટે.માં દાખલ થયેલ કાયદેસરનાં વાલીપણાંમાંથી ભોગ બનનારને અપહરણ કરી લઇ જવાનાં ગુન્હામાં નાસતા-ફરતાં આરોપી ઉમેશભાઇ મનજીભાઇ ડાભી રહે.આદપુર તા.પાલીતાણા જી ભાવનગર વાળો હાલ- લસકાણા તા.જી.સુરત ખાતે રહે છે. જેથી આ હકિકત આધારે ગઇકાલે એલ.સી.બી. સ્ટાફનાં માણસોએ સુરતનાં લસકાણા ગામે જઇને તપાસ કરતાં આરોપી ઉમેશભાઇ મનજીભાઇ ડાભી ઉ.વ.૨૪ ધંધો-હીરા ઘસવાનો રહે.ગાળીવાળી શેરી,આદપુર તા.પાલીતાણા જી.ભાવનગર હાલ-પ્લોટ નંબર-૧૩,ભુપતભાઇ કોળીના મકાનમાં, શકિત કુપા સોસાયટી,લસકાણા તા.જી.સુરત વાળો હાજર મળી આવેલ.જેથી તેને હસ્તગત કરી ભાવનગર ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.
➡ આમ, બોરતળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કાયદેસરનાં વાલીપણાંમાંથી અપહરણનાં ગુન્હામાં છેલ્લાં અઢી-ત્રણ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં એલ.સી.બી.ને સફળતા મળેલ છે.
➡આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો. સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન અનુસાર હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલ,મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદિયા પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા, હસમુખભાઇ પરમાર તથા ડ્રાયવર એ.એસ.આઇ. પદુભા ગોહિલ એ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતાં.