Breaking NewsLatest

દાંતા તાલુકાના મોટાસડા ખાતે શ્રી એલ.કે.બારડ દ્વારા આયોજીત માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતિ

માતા-પિતાના આપણી ઉપર એટલા બધા ઉપકારો હોય છે કે,
તેમનું ઋણ કયારેય ચુકવી શકાતુ નથીઃ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા

*********

દાંતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી એલ.કે.બારડના માતૃશ્રી સમુબા કચરસિંહ બારડ અને પિતાશ્રી કચરસિંહ હરીસિંહ બારડના જીવતરાના કાર્યક્રમમાં લોક સાહિત્યકારશ્રી રાજભા ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી મોજ કરાવી

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટાસડા ખાતે શ્રી એલ. કે. બારડ દ્વારા આયોજીત માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરીઓ વિભાગના મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ ઉપસ્થિત રહી શ્રી બારડના વયોવૃધ્ધ માતા-પિતાશ્રીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. શ્રી એલ.કે.બારડના માતૃશ્રી સમુબા કચરસિંહ બારડ અને પિતાશ્રી કચરસિંહ હરીસિંહ બારડના જીવતરાના આ કાર્યક્રમ નિમિત્તે યોજાયેલ લોક ડાયરામાં લોક સાહિત્યકારશ્રી રાજભા ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી મોજ કરાવી હતી. સમગ્ર મોટાસડા ગામ અને શ્રી બાવન આટા રાજપૂત સમાજના ભાઇ-બહેનોએ ડાયરાને મનભરીને માણ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું કે, માતા-પિતાના આપણી ઉપર એટલા બધા ઉપકારો હોય છે કે, તેમનું ઋણ કયારેય ચુકવી શકાતુ નથી. તેમણે શ્રી એલ.કે.બારડ પરિવારને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, માતા-પિતાની હયાતીમાં જીવતરાના આ કાર્યક્રમથી માતા-પિતાના આશીર્વાદ પ્રાપ્તદ થશે અને સમાજને ખુબ મોટી પ્રેરણા મળશે. તેમણે કહ્યું કે, મારા માટે સૌભાગ્યની વાત છે કે આજે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે. શ્રી એલ.કે.બારડ પરિવાર અને આ ગામના લોકોએ હું આ જિલ્લાનો હોઉં તેવો સ્નેહ અને પ્રેમ મારી ઉપર વરસાવ્યો છે તેનો હું સદાય ઋણી રહીશ તેમ તેમણે જણાવ્યું હતુ.

મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમૃધ્ધ અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે, વર્તમાનમાં રશિયા- યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુધ્ધને પરિણામે સર્જાયેલી સ્થિતિને કારણે ભારત અને ગુજરાતના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. આ સ્થિતિમાં ‘ઓપરેશન ગંગા’ દ્વારા વિદ્યાર્થીઓને સલામત રીતે સ્વદેશ પરત લાવવાની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સલામત રીતે શાંતિથી ભારત આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પરિસ્થિતિ પર નજર રાખી કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં રહીને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

આ પ્રસંગે સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલે શ્રી એલ.કે.બારડની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતા જણાવ્યું કે, આદ્યશક્તિ મા અંબાના જ્યાં બેસણા છે તેવા દાંતા તાલુકાના અંતરીયાળ વિસ્તારના બાળકોને સારૂ શિક્ષણ મળે તે માટે શ્રી બારડ શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે. તેમણે કહ્યું કે, સામાજિક કાર્યક્રમો અને શિક્ષણ આપણને આગળ વધવા માટે પ્રેરણા આપે છે. સાંસદશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું શાસન આવ્યા પછી દેશમાં વિકાસની ગતિ તેજ રફતારથી આગળ વધી રહી છે. આજે દાંતા સહિતના ટ્રાયબલ વિસ્તારમાં સારા રસ્તા, પીવાના પાણીની સુવિધા, સિંચાઇ માટે ચેકડેમોની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઇ છે. હવે દેશની નદીઓને જોડીને સૂકા વિસ્તારોમાં પાણી પહોંચાડવાનું આયોજન આ સરકારે કર્યુ છે જેનાથી વિકાસને વેગ મળશે.

આ પ્રસંગે માતૃ-પિતૃ કાર્યક્રમના યજમાન અને દાંતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી એલ.કે.બારડે જણાવ્યું કે, આજે મારા માતા-પિતાના આશીર્વાદથી મને સમાજની સેવા કરવાનો અમૂલ્ય અવસર મળ્યો છે. તેમણે યુવાનોને સંબોધતા કહ્યું કે, સખત પરિશ્રમથી સફળતાની સીડીઓ ચડી શકાય છે. હું સખત પરિશ્રમ થકી જ આગળ આવ્યો છું. તેમણે યુવાનોને વ્યસનો દૂર રહેવા અને સમાજ સેવામાં અગ્રેસર રહેવા આહવાન કર્યુ હતુ.

આ પ્રસંગે પાટણ સાંસદશ્રી ભરતસિંહ ડાભી, અગ્રણીઓ સર્વશ્રી જયરાજસિંહ પરમાર, શ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી માધુભાઇ રાણા, શ્રી વસંતભાઇ રાવલ, શ્રી દશરથસિંહ સોલંકી, શ્રી સાગરભાઇ ચૌધરી, શ્રી રાજદીપસિંહ જાડેજા, ર્ડા. સંજય ચૌધરી સહિત આગેવાનો, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ર્ડા. નરેન્દ્રસિંહ ચાવડા સહિત વન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો.

રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

1 of 672

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *