મહિલા આઈ.ટી.આઈ,મોડાસા ખાતે ૧૦ માર્ચે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના યુવાનોને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત મોડાસા આઈ.ટી.આઈ(મહિલા) ખાતે ૧૦ માર્ચ ૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એપ્રેન્ટીસ ભરતીમેળો યોજાશે.
જે તાલીમાર્થી એપ્રેન્ટીસ કરવા માંગતા ઉમેદવારોને ઔદ્યોગિક વાતાવરણમાં જ તાલીમ મેળવવાની તક પુરી પાડવાની સાથે નિયત દરે સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે. આ યોજનામાં મહત્તમ ઉમેદવારો જોડાય તે માટે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અન્વયે અરવલ્લી જિલ્લામાં આવેલ જુદા-જુદા એકમોમાં એપ્રેન્ટીસોની બેઠકો ભરવા માટેનો ભરતીમેળો યોજાશે.
આ ભરતીમેળામાં ધોરણ-૧૦ પાસ,આઈ.ટી.આઈ પાસ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટથી વધુ કોઇપણ લાયકાત ધરાવતાં ઉમેદવારો ભાગ લઇ શકશે.આ યોજનામાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોને તેઓના પ્રમાણપત્ર અને આધાર કાર્ડની અસલ તથા ઝેરોક્ષ નકલ તથા પાસપોર્ટસાઇઝ ફોટા સાથે આઈ.ટી.આઈ,મોડાસાની એપ્રેન્ટીસ શાખા ખાતે સંપર્ક કરવાનો રહેશે.
મુખ્યમંત્રી એપ્રેન્ટીસ તાલીમ યોજનામાં જોડાવવા માંગતા હોય તેવા અરવલ્લી જીલ્લાનાં ઔધોગિક એકમોએ જરૂરિયાત મુજબની ખાલી બેઠકોની વિગતો આઈ.ટી.આઈ,મોડાસાની એપ્રેન્ટીસ શાખાને પંહોચાડવા ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.