કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસ નું કદાવર અને સહકારીક્ષેત્રે મોટું માથું ગણાતું સાબરડેરી ના પૂર્વ વાઇસ ચેરમેન અને વર્તમાનમાં ડીરેકટર જ્યંતીભાઈ ભીખાભાઇ પટેલે સાબરડેરી ના ડિરેકટેર,એ પી એમ સી મોડાસા ના ડીરેકટર તેમજ અરવલ્લી જિલ્લા પંચાયત ના મહિલા અને બાળ વિકાસના પૂર્વ ચેરમેન, સરપંચો સહિત કોંગ્રેસ ને રામ રામ કરી ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલય ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ખેસ પહેરાવી કેસરિયો ધારણ કરાવ્યો હતો આ પ્રસંગે ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન ના ચેરમેન શામળભાઈ પટેલ તથા પ્રદેશ નેતાઓ ડોકટર ઋત્વિક પટેલ,
રજનીભાઇ પટેલ,પ્રદીપસિંહ વાઘેલા,શામલભાઈ પટેલ સાબરડેરી ના ચેરમેન ની ઉપસ્થિત માં જ્યંતીભાઈ તથા 100 જેટલા કોંગ્રેસના કાર્યકરો જોડાઈ ગયા
સાબરડેરી ના ડીરેકટર અને પૂર્વ વાઇસ ચેરમેન જ્યંતીભાઈ પટેલ 2000થી 2003 સુધી મોડાસા-ધનસુરા તાલુકા વિભાગના સાબરડેરી ના ડીરેકટર પડે સૌ પ્રથમવાર ચૂંટાઈ આવ્યા ત્યારબાદ 2007 થી 2010 મેઘરજ તાલુકામાં સાબરડેરી ડીરેકટર તરીકે બીજી ટર્મ માટે ચૂંટાયા હતા સાબરડેરી દ્વારા પેનલ ની રચના કરી ચૂંટણી આવતા 2010 થી 2014 મેઘરજ તાલુકામાં ફરી ત્રીજી વાર ડીરેકટર તરીકે ચૂંટાઈ આવ્યા તે સમય દરમિયાન તેઓ સાબરડેરી ના વાઇસ ચેરમેન તરીકે ત્રણ વર્ષ માટે રહ્યા 2015 થી 2018 જનરલ ચૂંટણી થતા વળી પાછા મેઘરજ તાલુકા વિભાગમાં ડીરેકટર પદે ચૂંટણી જીતી ગયા જેમાં 2018 થી 2020 સુધી વાઇસ ચેરમેન અને વચ્ચે એક માસ માટે સાબરડેરી ના ચેરમેન તરીકે રહી 1800 દૂધ મંડળી નું પ્રતિનિધિત્વ કરી લોક ચાહના મેળવી સાબરડેરી માં સતત ડીરેકટર તરીકે ચૂંટાઈ આવવાનો સિલસિલો ચાલુ રહ્યો 2021 થી હાલ તેઓ ડીરેકટર તરીકે વર્તમાનમાં સેવાઓ આપી મેઘરજ તાલુકા ની સંઘ સભાસદ 70 મંડળી તેમજ અન્ય 100 જેટલી મંડળી ઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે આમ વીસ વર્ષ થી સાબરડેરી ના ડીરેકટર તરીકે રહી બંને જિલ્લાના ગામેગામ ના જાણીતો ચહેરો આજે કોંગ્રેસ સાથે છેડો છોડી ભાજપ માં જોડાઈ ગયા તેમની સાથે , મોડાસા માર્કેટિંગ યાર્ડ ના ડીરેકટર મહેશભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગ ના માજી ચેરમેન મેઘરજ તાલુકા ના રોયણિયા ગામ ના મણીભાઈ સુફરાભાઈ પાંડોર, મેઘરજ તાલુકા ની વાસણા ગ્રામ પંચાયત ના સરપંચ, ,ભેરૂડા ગ્રામ પંચાયતના સરપંચ કમલેશભાઈ પટેલ, મોડાસા તાલુકા સંઘ ના ડીરેકટર પૂજાભાઈ પટેલ ,મોડાસા તાલુકા પંચાયતના બે માજી સદસ્યો કમલેશભાઈ પટેલ અને રાજુભાઇ મકનાભાઈ પટેલ , હરેશભાઇ પટેલ લિપ સ્કૂલ, પોપટભાઈ પટેલ બિલ્ડર અને અખિલ આજણા પટેલ ના આગેવાન, ચીમનભાઈ પટેલ મેનેજર અર્બુદા સહકારી મંડળી સહિત ના 100 થી વધુ કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસ છોડી ભાજપ માં જોડાઈ જતા આવનાર 2022 ની વિધાનસભા ચૂંટણીમાં મોડાસા અને ભિલોડા વિધાનસભા સીટ પર ભાજપ ને મોટો ફાયદો થશે તેવું ચોક્કસપણે માની શકાય તેમ છે અરવલ્લી જિલ્લામાં હાલ ત્રણે સીટ કોંગ્રેસના પાસે છે તે ભવિષ્ય માં એકપણ સીટ નહીં જીતે તેવા હાલ સંજોગો ઉભા થયા છે