➡ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા, પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, શ્રી પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
➡ ભાવનગર,પાલીતાણા ટાઉન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૨૩૯/૨૦૨૧ ઇ.પી.કો.કલમઃ-૩૦૨,૩૪ તથા નાણાં ધીરધાર અધિનિયમ કલમઃ-૪૦,૪૨ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે રાજકોટ મધ્યસ્થ જેલમાં કાચા કામનાં કેદી તરીકે રહેલ જયદિપ ઉર્ફે લાલો પ્રતાપભાઇ કોટીલા રહે.મેલડીમાંનાં મંદિર પાસે, શક્તિનગર, પાલીતાણા જી.ભાવનગરવાળા તા.૨૯/૦૧/૨૦૨૨નાં રોજ દિન-૫ માટે વચગાળાની રજા પર મુકત થયેલ. તેઓને તા.૦૩/૦૨/૨૦૨૨ નાં રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું.પરંતુ તેઓ સમયસર રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થયેલ નહિ અને ફરાર થઇ ગયેલ.
➡ આ જયદિપ ઉર્ફે લાલો પ્રતાપભાઇ કોટીલા રહે.મેલડીમાંનાં મંદિર પાસે, શક્તિનગર, પાલીતાણા જી.ભાવનગર વાળા સુરત ખાતે હોવાની મળેલ માહિતી આધારે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ નાં માણસો સુરત ખાતે જઇ તપાસ કરતાં કાચા કામનાં કેદી જયદિપ ઉર્ફે લાલો પ્રતાપભાઇ કોટીલા ઉ.વ.૨૮ રહે.મેલડી માંનાં મંદિર પાસે,શક્તિનગર, પાલીતાણા જી.ભાવનગર હાલ-રૂમ નંબર-૧૦૧, પહેલાં માળે,સારથી એપાર્ટમેન્ટ, G.I.D.C. પોલીસ સ્ટેશનની બાજુમાં, કડોદરા,સુરત વાળા હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી ભાવનગર ખાતે લાવી કોરોના રીપોર્ટ કરાવતાં નેગેટીવ આવેલ. જેથી તેને ગઇકાલે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ.
➡ આમ, પાલીતાણામાં થયેલ હત્યાનાં ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાની રજા પરથી ફરાર કાચા કામનાં કેદીને ઝડપી લેવામાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડને ખુબ જ મહત્વની સફળતા મળેલ છે.
➡ આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા સાહેબ,પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા સાહેબ,પી.આર.સરવૈયાસાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર હેડ કોન્સ. જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા પો.કોન્સ.બીજલભાઇ કરમટીયા, શકિતસિંહ સરવૈયા તથા ડ્રાયવર સુરૂભા ગોહિલ એ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતાં.