Breaking NewsLatest

ઈડર ખાતે રાજ્યકક્ષાનો ૭ મો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો

વિદ્યાર્થીઓના ગુણાત્મક શિક્ષણ અર્થે વિવિધ જિલ્લાના શિક્ષકો દ્વારા ૧૬૦ જેટલા ઇનોવેટિવ સ્ટોલ રજૂ કરાયા : જેમાં શિક્ષકોએ નિદર્શન – પ્રદર્શન દ્વારા મોલાકાતીઓને ઇનોવેટીવ અંગે સમજ આપી હતી.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

રાજ્ય શિક્ષણ વિભાગ અંતર્ગત જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર દ્વારા આયોજિત રાજ્ય નો ૭ મો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ઈડર ખાતે યોજાયો. શિક્ષણમાં નાવીન્યપૂર્ણ પ્રવૃતિઓ થકી ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓને વિવિધ વિષયોની મોટાભાગની અધ્યયન-અધ્યાપન નિશ્પતિઓ સિધ્ધ થાય અને વિદ્યાર્થીઓને ગુણાત્મક શિક્ષણ પ્રાપ્ત થાય તથા શિક્ષકો દ્વારા વર્ગખંડમા થયેલ નવતર પ્રવુતિઓને યોગ્ય સ્ટેજ મળી રહે તે હેતુથી ઈનોવેશન ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતના ૧૬૦ જેટલા ઇનોવેટિવ ટીચર્સ દ્વારા વિવિધ ઇનોવે ટિવ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. જેમાં ભાષા,ગણિત,વિજ્ઞાન, પર્યાવરણ ,ચકાસણી અને મૂલ્યાંકન ,મૂલ્ય શિક્ષણ,ટેકનોલોજીનો ઉપયોગ , સ્વાસ્થ્ય અને પોષણ ,લોકભાગીદારી , નીતિવિષયક ,વહીવટ જેવા વિષયોમાં વિદ્યાર્થીઓને નડતરરૂપ સમસ્યાના સમાધાન અર્થેની ઈનોવેટિવ કૃતિઓ રજૂ કરાઈ હતી.આ કાર્યક્રમ દરમિયાન વ્યાખ્યાનશ્રેણી નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બીએડના વિદ્યાર્થીઓને ઇનોવેટીવ ફેસ્ટિવલ અંગે માહિતી આપી વિવિધ ક્લાસરૂમોમાં સંવાદ સાધ્યો હતો. આ ઉપરાંત ઇનોવેટીવ ફેસ્ટિવલ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં ફક્ત ગુજરાતમાં જ ઈનોવેશન ફેસ્ટિવલ યોજવામાં આવે છે.રાજ્ય કક્ષાના ઇનોવેટીવ ફેસ્ટિવલમાં રાજ્યના જુદા જુદા જિલ્લાના શિક્ષક અને શિક્ષિકાઓએ ઉત્સાહભેર જોડાયા હતા.

આ પ્રસંગે નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મછારને પ્રેરક ઉદબોધન કર્યું હતું અને ઇનોવેટીવ ફેસ્ટિવલ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્ય કક્ષાના આકાર્યક્રમમાંજી.સી.ઇ.આર.ટીના રીડર શ્રી ડૉ.સંજય ત્રિવેદી,જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી ડો.કે.ટી.પોરાણીયા,જિલ્લા શિક્ષણ સમાજના પ્રમુખ ગીરીશભાઈ પટેલ , સિનિયર લેક્ચરર અશ્વિનભાઇ પટેલ,સિનિયર લેક્ચરર ડૉ. મદનસિંહ જી. ચૌહાણ, વિવિધ તાલુકામાંથી TPEO, ઇડર ડાયટ ના પ્રોફેસરો,અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *