અમદાવાદ: કર્ણાવતી ક્લબમાં સ્પોન્સર “ક્લબ મહિન્દ્રા” ના સહયોગથી “વી-વુમન એમ્પાવર કમિટી” દ્વારા આ વખતે “બમ્પર હાઉસી”નું આયોજન કરાયું છે. અવાર નવાર યોજાતી હાઉસીનું આયોજન કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવ્યા બાદ મોટા પાયે કરવામાં આવ્યું છે. “બમ્પર હાઉસી”ની શરૂઆત પહેલા દિગ્ગજ ગાયીકા એવા સ્વ. લતા મંગેશકરજીને ટ્રીબ્યૂટ આપવાના હેતુસર સિંગીગનો પ્રોગ્રામ શરૂઆતમાં યોજવામાં આવ્યો હતો અને તેમને યાદ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ હાઉસીની શરૂઆત કરવામાં આવી હતી. “બમ્પર હાઉસી”ના મોડરેટર તરીકે સુનિતા ચૌહાણ અને સીમાબેન રહ્યા છે.
આ અંગે વધુમાં વાત કરતા “વી -વુમન એમ્પાવરમેન્ટ કમિટી”ના ચેપર્સન હિતા પટેલે કહ્યું કે, “હાઉસીમાં ટોટલ 4 રાઉન્ડ રાખવામાં અાવ્યા છે. 3 રાઉન્ડ હાઉસી અને ચોથો બમ્પર રાઉન્ડ રહ્યો હતો.
પ્રોત્સાહનના હેતુસર મીનીમમ 25 હજારથી વધુમાં વધુ 2 લાખ સુધીના પ્રાઈઝીઝ રાખવામાં આવ્યા છે. 4 રાઉન્ડની ટિકિટ 800થી 1000 નક્કી કરાઈ છે. એટલે કે, બંપર રાઉન્ડની 400 રૂપિયાની ટીકીટ છે. જેમાં 400માં 3 ટિકિટ રખાઈ છે. બાકીના પહેલા રાઉન્ડમાં 200માં 3 ટિકિટ, બીજા રાઉન્ડમાં 200માં 3 ટિકિટ તેમજ ત્રીજા રાઉન્ડમાં 200માં 3 ટિકિટ ત્રીજા. ટોટલ 1000 ની અંદર 3 રાઉન્ડ ની ટીકીટ મળે અને દરેક રાઉન્ડમાં 3-3 ટિકિટ મળે છે.
આ ટિકિટ સામે 1500 ના મીનીમમ કોમ્પ્લીમેન્ટરી ગિફ્ટ હેમ્પર પણ તમામ પાર્ટીસિપેન્ટને અાપવામાં અાવી રહ્યા છે. આ એક ફન ફિલ ઈવેન્ટ હશે કેમ કે, “બમ્પર હાઉસી”ની સાથે સાથે સિંગીગ તેમજ ખાણી પીણીની લિજ્જત માણી શકાય તે માટેના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “આ ઉપરાંત સાૈથી મહત્વનું એ છે કે, બમ્પર હાઉસી સાથે વુમન્સ ડે ને ધ્યાનમાં રાખી આંત્રપ્રીન્યોર વુમન્સને એક પ્લેટફોર્મ મળી રહે અને તેમનું ટેલેન્ટ તેમજ તેમની પ્રોડક્ટ શોકેસ થાય તે માટે પ્રદર્શન યોજાયું છે.
વુમન આંત્રપ્રિન્યોરને સપોર્ટ કરવાના હેતુસર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. 14 જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા છે. દરેક પ્રકારની ચીજ વસ્તુઓ આસાનીથી ખરીદી શકાશે. જેમાં જુદા જુદા સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આમ હાઉસી રમવાની સાથે સાથે ખરીદી ખાણી પીણીની મજા પણ માણી શકાશે. ફૂલ કેપેસિટી આ પ્રોગ્રામમાં જોવા મળી હતી. સુપર સક્સેસફૂલ આ ઇવેન્ટ રહી હતી.”