ગાંધીનગર: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત નેશન ફર્સ્ટ સંચાલિત નિઃશુલ્ક યોગ વર્ગ તા. 14મી માર્ચથી પ્લોટ નં. 286/1, જી-1, સેક્ટર 19 ગાંધીનગર ખાતે શરૂ થનાર છે.
આપણા દેશની સંસ્કૃતિ યોગ વિશ્વના દરેક ખૂણામાં પ્રચલિત થયો છે. જેનો એકમાત્ર શ્રેય આપણા લોકલાડિલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જાય છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સ્વદેશી વિચારધારાને નેશન ફર્સ્ટ સંસ્થા સમર્પિત છે.
ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃત્તિઓને વેગ આપી સમગ્ર રાજ્યમાં જન જન સુધી યોગનો પ્રચાર-પ્રસાર થાય અને લોકોમાં યોગ અંગેનો માહોલ ઊભો થાય અને યોગ થકી લોકોના માનસિક સ્વાસ્થ્ય અને શારિરીક સ્વાસ્થ્યમાં સુધારો કરવાનો હેતુ છે.
યોગ બોર્ડનો હેતુ રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા તથા લોકોમાં યોગ પ્રત્યે જાગરૂકતા થાય તે માટેનો છે.
યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સતત કાર્યશીલ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સતત કાર્યશીલ રહે છે. જે થકી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં યોગ વર્ગ શરૂ કરવામાં આવ્યાં છે.
સમગ્ર ભારત દેશમાં ગુજરાત જ એક એવું રાજ્ય છે કે જે યોગ અંગે જાગૃતતા અંગેનું અભિયાન ચલાવી રહ્યું છે. ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકોનો ભવ્ય પ્રતિસાદ સાંપડી રહ્યો છે. હવે મેડીકલ સાયન્સ એ પણ સ્વીકારી લીધું છે કે યોગ એ માત્ર શારિરીક વ્યાયામ નહીં સંપૂર્ણ ચિકિત્સા વિજ્ઞાન છે. હવે દરેક રોગોનું સમાધાન યોગથી શક્ય બન્યું છે. જીવનમાં સારૂ સ્વાસ્થ્ય, સફળતા અને સંપૂર્ણ સુખોને પ્રાપ્ત કરવા માટેનું માધ્યમ યોગ છે. તો આવો આપણે સૌ યોગ સાથે જોડાઈએ અને યોગ કરી તંદુરસ્ત ભારતનું નિર્ણાણ કરીએ.