કપીલ પટેલ દ્વારા અરવલ્લી
મેઘરજના નવાગામ કંટાળું હનુમાનજી મંદિર ખાતે હોળીના તહેવાર પહેલા ભરાય છે આંબલી અગિયારસનો ત્રી દિવસ લોક મેળો, મેળાનું રહ્યું છે આગવું મહત્વ જેમાં હોળીના તહેવાર ની શરૂતા થાય છે ઢોલ વગાડીને આદિવાસી સમાજની સંસ્કૃતિ ને ઉજાગર કરવા લોકો ઢોલ સાથે નાચતા નજરે જોવા મળી રહ્યા છે
કેસુડાની કરીએ બેસી ફાગણીયો લહેરાયો રૂડો ફાગણીયો લહેરાયો ફાગણ મહિનો એટલે હોળી પર્વનો એક અનેરો તહેવાર જેમાં ખાસ કરી ને આદિવાસી સમાજમાં આ તહેવારનું ખુબ આગવું મહત્વ રહેલું છે જેમાં આદિવાસી સમાજ દ્વારા આંબલી અગિયારસ મેળામાં ઢોલ વગાડી હોળીના તહેવારની શરૂઆત કરતા હોય છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ મેઘરજ તાલુકામાં આવેલ નવાગામગામે આવેલ કંટાળું હનુમાનજી મંદિર ખાતે ત્રી દિવસીય લોક મેળો છેલ્લા આશરે બસો વર્ષ થી ભરાતો આવતો હોય છે જેમાં ફાગણ મહિનામાં આંબલી અગિયારસ ના દિવસ થી ચૌદશ સુધી આ લોક મેળો ભરાય છે.મેળામાં લોકો દૂર દૂર થી આવતા હોય છે જેમાં રાજેસ્થાન, મહેસાણા,પાટણ,લુણાવાડા,દાહોદ, અમદાવાદ સહીત લોકો આ મેળામાં આવે છે તેમજ આ મેળો અતિ પ્રાચીન હોવાથી અહીં ઘણા ખરા વેપારીઓ ધંધા અર્થએ મેળામાં આવે છે મેળામાં ઘરવપરાશ સહીત કાપડ, વાસણમાં માટલા, સહીત જીવન જંરૂરિયાત ચીજ વસ્તુઓ,સહીત અનેક લોકો વેપાર કરવા આવે છે પરંતુ છેલ્લા બે વર્ષ થી કોરોના ના કારણે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું ન હતું ત્યારે ફરી થી એક વાર આ સાલ મેળાનું આયોજન ભવ્ય રીતે થતા વેપારીઓ અને માનવ મહેરામણ ખુબ મોટી સંખ્યામાં આ મેળામાં ઉમટ્યું છે વધુમાં આદિવાસી સમાજની આ મેળામાં જાંખી જોવા મળે છે પોતાની સંસ્કૃતિ ને જાગતી રાખવા આજે પણ આ મેળામાં લોકો ઢોલ સાથે નાચતા જોવા મળે છે તે આ મેળાની એક આગવી વિશેષતા છે મેળો એ લોક સંસ્કૃતિ ને ઉજાગર કરતુ એક માધ્યમ છે જેના થકી લોકો આ મેળાનો આનંદ અને લ્હાવો લેતા નજરે જોવા મળે છે અને નવાગામ સાહિત આજુબાજુ ગામના લોકો આ મેળામાં આવી એક આનંદ માણતા હોય છે