કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભારત સરકાર ની માર્ગદર્શીકા મૂજબ રાજ્યભર માં 12 થી 14 વર્ષ ના બાળકો નું કોવિડ-19 નું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે અરવલ્લી જિલ્લા ના ધનસુરા તાલુકા માં પણ વિવિધ જગ્યાએ 12 થી 14 વર્ષ ની વય જૂથના બાળકો ને કોવિડ-19 નું રસીકરણ કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.આ માટે હાઈસ્કૂલ, પ્રાથમિક શાળાઓ સહિત વિવિધ જગ્યાએ આરોગ્યતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.ધનસુરા ની પ્રાથમિક શાળા નંબર ૧,જે.એસ. મહેતા હાઈસ્કૂલ સહિત વિવિધ જગ્યાએ રસીકરણ કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળા નંબર ૧ ખાતે ધનસુરા ના સરપંચ હેમલત્તાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.બાળકો ને પ્રથમ ડોઝ આપ્યા બાદ હવે ૨૮ દિવસ પછી બીજો ડોઝ આપવામાં આવશે.અગાઉ 15 થી 18 વર્ષ ના બાળકો ને પણ રસી અપાઈ ચૂકી છે એવામાં હવે 12 થી 14 વર્ષ ના બાળકો નું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન હેઠળ ધનસુરા માં વિવિધ જગ્યાએ રસીકરણ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્સાહ પૂર્વક બાળકોએ ભાગ લીધો હતો.