આ કાર્યક્રમ રાજ્યના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
બાયડ તાલુકાની સરસ્વતી વિદ્યાલય રમાસ ખાતે દ્વિતીય વાર્ષિક ઉત્સવ યોજાયો હતો આ કાર્યક્રમ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્ય પ્રદેશ કારોબારી સમિતિના સભ્ય તેમજ પૂર્વ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતસિંહજી રહેવર, શ્રી ડી.એન. પટેલ ,(બિલ્ડર્શ્રી) અમૂલ મિલ્ક ફેડરેશનના ચેરમેન તેમજ સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ પટેલ, અમદાવાદ રાજેશ્વરીબેન પટેલ, અમદાવાદ, સંજયભાઈ કે પટેલ (હાલ અમદાવાદ) પુંસરી, અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જયેશભાઈ પટેલ, વિષ્ણુપ્રસાદ ઝાલા, માનસિંહ સોઢા પરમાર, રવિભાઈ વલ્લભદાસ પટેલ(રડોદરા), અશોક સિંહ ઝાલા, રમેશભાઈ કે. પટેલ,ગણપત સિંહ ઝાલા, જગદીશભાઈ પટેલ તથા હિતેન્દ્ર સિંહ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.મહેમાનો દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન શાળાના છ જેટલા વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાન પ્રદર્શન તેમજ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં રાજ્ય કક્ષાએ મેળવેલ પ્રસિદ્ધ બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ છેલ્લા બે વર્ષ દરમિયાન શાળાના દાતાઓનું પણ મહેમાનો ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.શાળાના વિદ્યાર્થીઓ એ ખૂબ સુંદર રીતે 21 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા હતા ગ્રામ્ય વિસ્તારમાં આવી સુંદર પ્રવૃત્તિઓ અને કાર્યક્રમને બિરદાવતા સમારંભના અધ્યક્ષ શ્રી ગજેન્દ્રસિંહ પરમાર તેમજ ભરતસિંહ સોલંકી અને અરવલ્લી જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઈ એસ.પટેલ એ શાળા પરિવાર અને શાળાને એક સુંદર આયામ આપી શાળાનું નામ તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાએ ગુંજતું કરનાર શાળાના પ્રિન્સીપાલ ઉન્મેશ.બી.પટેલના ખૂબ વખાણ કર્યા હતા તેમજ અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારના સૌ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, સૌ શિક્ષક મિત્રો બિનશૈક્ષણિક સ્ટાફ તેમજ નવયુવક મંડળ પ્રમુખશ્રી, મંત્રીશ્રી તેમજ સૌ કારોબારી સભ્યશ્રીઓ તેમજ દેવાંગ.એ.પટેલ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી.