કપિલ પટેલ દ્વારા અરવલ્લી
શિક્ષણ વિભાગ અને જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત રાજ્ય કક્ષાનો સાતમો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૧-૨૨ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર ખાતે તા. ૧૩-૦૩-૨૦૨૨ થી ૧૫-૦૩-૨૦૨૨ દરમિયાન યોજાયો હતો. અરવલ્લી જિલ્લાના ઇનોવેશનના કિ.રિસોર્સ.પર્સનની ભૂમિકા નિભાવવા બદલ નવલપુર પ્રાથમિક શાળાના ઇનોવેટિવ ટીચર કૌશલ હેમંતકુમાર વ્યાસને ડાયટ ઇડર પ્રચાર્ય કે.ટી પોરણિયા,ડો સંજયભાઈ ત્રિવેદી ( રીડર જીસીઈઆરટી ), ડૉ નિષાદ ઓઝા (ડી.આઈ.સી.કો. ઈડર ડાયટ ) એન. ડી. પટેલ (સિની. લે. મોડાસા ડાયટ ) ની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.નવલપુર પ્રા.શાળાના શિક્ષકને રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં સન્માનિત કરી બહુમાન કરવા બદલ ધનસુરા ટી.પી.ઇ.ઓ, કે.ની શ્રી, બી.આર.સી,સી.આર.સી, એસ.એમ.સી સદસ્યો, શાળાના આચાર્ય અને સ્ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.