Latest

સાબરડેરી દ્વારા એક મહિનામાં બીજી વખત દુધના ભાવમાં વધારો કરવામાં આવ્યો:

દૂધ ઉત્પાદકોમાં ખુશીનો માહોલ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સાબરકાંઠા અને અરવલ્‍લી જિલ્‍લાની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા પશુપાલન સાથે જોડાયેલા ગ્રામીણ પરિવારોની આર્થિક ઉન્નતિ હેતુ સતત ચિંતન કરી દૂધ ઉત્પાદકલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ત્યારે આજે દૈનિક 30 લાખથી પણ વધુ દૂધ સંપાદન થતું હોવા છતાં પશુપાલન વ્યવસાય અર્થક્ષમ બને અને દૂધ ઉત્પાદકોને નિયમિત આવક મળી રહે સાથે સાથે દુધ વ્‍યવસાયમાં વધુ વળતર મળી રહે તે માટે સાબર ડેરી દ્વારા સમગ્ર ગુજરાતમાં દૂધના ઉંચા પોષણક્ષમ ભાવો આ૫વાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આજના મોંઘવારીના જમાનામાં રોજીંદા જીવન જરૂરીયાતની તમામ વસ્‍તુઓના ભાવ ઉત્‍તરોત્‍તર વધી રહયા છે ત્‍યારે સાબરકાંઠા અને અરવલ્‍લી જિલ્‍લાના ૩ લાખ થી વધુ દૂધ ઉત્પાદકો માટે સતત ચિંતિત સાબરડેરીના ચેરમેન શ્રી શામળભાઈ ૫ટેલ અને નિયામક મંડળના સભ્‍યો ઘ્‍વારા દૂધ ઉત્‍પાદકોના વ્‍યા૫ક હીતને ઘ્‍યાનમાં લઈ દૂધ વ્‍યવસાયને પ્રોત્‍સાહિત કરવાના હેતુ થી એક મહિનામાં બીજી વખત તા.૨૧/૦૩/ર૦ર૨ ના રોજ થી અમલમાં આવે તે રીતે દુધના ભાવમાં ફરીથી વધારો કરવાનું જાહેર કરેલ છે અને એક મહિનામાં કૂલ ૨૦ રૂપિયાનો વધારો સાબર ડેરી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
તા.૨૧/૦૩/ર૦ર૨ ના રોજ થી અમલમાં આવે તે રીતે જાહેર કરેલ નવા ભાવ મુજબ દુધ ઉત્‍પાદકોને ભેંસના દુધના ભાવમાં કિલો ફેટે રૂા.૧૦ નો વધારો થવા પામેલ છે.નવા જાહેર કરેલ ભાવો મુજબ ભેંસના દુધનો કિલો ફેટે ભાવ રૂા.૭૩૦ અને ગાયના દુધના સમતુલ્‍ય કિલો ફેટનો ભાવ રૂા.૩૧૩/૬૦  પ્રમાણે ચુકવવામાં આવશે જેના કારણે દુધ ઉત્પાદકોને ૫શુપાલન વ્‍યવસાયમાં ચોક્કસ આર્થિક મદદ ઉ૫લબ્‍ધ થશે.

સાબરડેરી ઘ્‍વારા દુધના ભાવમાં વધારો કરવાની જાહેરાતને તમામ દૂધ ઉત્‍પાદકોએ હર્ષ થી વધાવી લઈ ચેરમેન શ્રી શામળભાઈ ૫ટેલ અને નિયામક મંડળના સભ્‍યોનો આભાર વ્‍યકત કરવામાં આવ્‍યો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *