Breaking NewsLatest

આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી-ગર્ભ સંસ્કાર આંદોલન ક્ષેત્રે ક્રાન્તિ કરી રહ્યું છે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

મોડાસા ક્ષેત્રમાં ગાયત્રી ચેતના કેન્દ્ર છેલ્લા ચાર વર્ષથી જન જાગૃતિ માટે અથાગ પ્રયત્નશીલ કાર્ય કરી રહેલ છે. એમાંય “આઓ ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર” આંદોલન આ મોડાસા પંથકમાં ક્રાન્તિ કરી રહ્યું છે. ગત દિવસ એવો એક કાર્યક્રમ થયો જેમાં નવ દંપતિ જેમને ગર્ભ ધારણ થયેલ નથી. તેઓને પોતાની આગલી પેઢી જન્મથી જ સંસ્કારવાન બને તે માટેના સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અગિયાર નવ દંપતિ એ આ પ્રિ-પ્લાનીંગ- શ્રેષ્ઠ ગર્ભ ધારણ સંસ્કાર માટે જોડાયા હતા.


આ ગર્ભ ધારણ સંસ્કાર કરાવનાર દંપતિએ ગર્ભ રહેતા પહેલાં પોતાની આધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક રીતે કેવું ચિંતન મંથન, માનસિકતા, આહાર તેમજ ઘર પરિવારનું શ્રેષ્ઠ વાતાવરણ બનાવવા શું કરવું ? એવું ખૂબ જ ઝીણવટથી સમજાવવામાં આવે છે. આવા શ્રેષ્ઠ માર્ગદર્શન પછી જ્યારે ગર્ભ ધારણ થાય ત્યારે જે સંતાન જન્મ ધારણ કરે તે ખૂબ જ તંદુરસ્ત , ખૂબ જ સંસ્કારવાન હોય જે આગળની પેઢીમાં શ્રેષ્ઠ સાબિત થાય.
આ બાબતે ચાર વર્ષથી ચાલી રહેલ આ આંદોલન દ્વારા અનેકના ગર્ભ સંસ્કાર કરવામાં આવ્યા છે. જેઓના જન્મેલ સંતાનો શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થયા છે.


ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આ આંદોલન ચલાવી રહેલ બહેનોની ટીમ દ્વારા જેના પણ સંસ્કાર કરવામાં આવે તે બહેનોને ગર્ભ ધારણ થાય પછી નવ મહિના સુધી બાળકનો જન્મ થાય ત્યાં સુધી સતત સેમિનાર કે વ્યક્તિગત ફોન સંપર્ક દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. જેમાં સંસ્કારનું મહત્વ, વૈજ્ઞાનિક પ્રતિપાદન, ગર્ભ સંવાદ, આહાર, યોગ વ્યાયામ વિગેરે બાબતોમાં સતત માર્ગદર્શન આપવામાં આવે છે. વિશેષમાં જ્યારે પ્રસુતિના સમયે આ ચેતના કેન્દ્રની બહેનો હૉસ્પિટલ માં પણ બાળકનો જન્મ થાય ત્યાં સુધી હાજર રહી નવજાત શિશુને ગાયત્રી મહામંત્ર સાથે વધાવવામાં આવે છે. ત્યારબાદ સમય સમય પર આ બાળકના નામકરણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, વિધ્યારંભ સંસ્કાર તેમજ બાળ સંસ્કાર કેન્દ્રનો પણ લાભ આપવામાં આવે છે , આમ આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી-ગર્ભ સંસ્કાર આંદોલન તિવ્ર ગતિએ વેગવાન બની રહ્યું છે.
ગત દિવસે થયેલ ગર્ભ ધારણ સંસ્કાર આયોજનમાં અમિતાબેન પ્રજાપતિ, રોહિણીબેન શર્મા, પ્રિતિબેન ભટ્ટ ના નેતૃત્વમાં અગિયાર નવ દંપતિ આ સંસ્કાર કરાવી લાભાન્વિત બન્યા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *