Latest

નવસારી જિલ્લાના આમધરા ગામ ખાતે ખેડુત મહિલાઓ દ્વારા ટ્રાન્સમિશન લાઈન માટેનો પ્રથમ ટોલ ફ્રી નંબર લોન્ચ કરાયો

નવસારી, સંજીવ રાજપૂત, એબીએનએસ:નવસારી જિલ્લાના આમધરા ગામ ખાતે ખાવડા આઇવી (સી) લિમિટેડ દ્વારા દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સમર્પિત ટોલ-ફ્રી હેલ્પલાઇનનો ગામની ખેડૂત મહિલાઓ દ્વારા પ્રારંભ કરાયો.

સમુદાય સાથે સક્રિય જોડાણ અને ખેડૂતોના કલ્યાણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા, ખાવડા આઇવી (સી) પાવર ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલીઓને લઈ સીધા વાતચીત કરી શકે તે મારે ‘સંવાદ’ નામની ટોલ-ફ્રી હેલ્પલાઇનની શરૂઆત ગામની ખેડૂત મહિલાઓ દ્વારા કરવામાં આવી. આ પહેલનો ઉદ્દેશ સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ખેડૂતોના જમીન અને પ્રોજેક્ટ સંબંધિત પ્રશ્નો અને ચિંતાઓનું નિરાકરણ લાવવાનો છે.

‘સંવાદ’ પહેલ અંતર્ગત હવે ખેડૂતો જમીન સંબંધિત મુદ્દાઓ, ટ્રાન્સમિશન કામ માટે જમીનના ઉપયોગ, વળતર અને વાજબી મૂલ્યાંકન તેમજ અન્ય કોઈપણ પ્રોજેક્ટ સંબંધિત પ્રશ્નો માટે ટોલ-ફ્રી નંબર 18003095501 સીધો સંપર્ક કરી શકશે. અને કંપનીએ વધુમાં ખાતરી આપી છે કે આ પ્લેટફોર્મ દ્વારા મળતી તમામ ફરિયાદો અને પ્રશ્નોનું નિરાકરણ 48 કામકાજના કલાકોમાં નિરાકરણ કરવામાં આવશે.

આ પ્રસંગે નવસારી અને વલસાડ માટેના પ્રોજેક્ટ હેડ કંદર્પ પાંડે, કુમાર ગૌરવ, પ્રોજેક્ટ હેડ, ખાવડા–સુરત, અભિષેક ગૌર, કવિતા વર્મા, નિત્યા સુંદર પાંડા, અમિત શર્મા, શ્રીનાથ, કૃતિ દેસાઈ, સહિત ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *