Latest

જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા

​જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગરમાં બ્રહ્મા સોશિયલ ગ્રુપે સતત 18મા વર્ષે મોદક સ્પર્ધાની પરંપરા જાળવી રાખી.

​જામનગર શહેરમાં બ્રહ્મા સોશિયલ ગ્રુપ દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે સતત 18મા વર્ષે ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 44 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આજકાલના બાળકો જંક ફૂડથી દૂર રહે અને જૂની પરંપરાઓ જળવાઈ રહે તેવા હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં બાળકોની 5, બહેનોની અને ભાઈઓની એમ ત્રણ કેટેગરી રાખવામાં આવી હતી. મહિલાઓની સંખ્યા 14, પુરુષોની સંખ્યા 13 અને સીનિયર સિટીઝનની સંખ્યા 12 મળીને કુલ 44 સ્પર્ધકો હતા. પ્રથમ ત્રણ વિજેતાઓને કેશ પ્રાઈઝ (રોકડ પુરસ્કાર) અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

દરેક સ્પર્ધકને 100 ગ્રામનો લાડુ અને દાળ આપવામાં આવ્યા હતા. જે લાડુ ઘઉંનો લોટ, દેશી ગોળ, જાયફળ, ખસખસ, ડ્રાયફ્રૂટ્સ અને શુદ્ધ ઘી વગેરે ઉમેરીને બનાવવામાં આવ્યા હતા. ગણેશ ચતુર્થીના નિમિત્તે ભગવાન ગણેશના પ્રિય એવા લાડુ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *