Latest

પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા સાહેબ દ્વારા સમગ્ર પોરબંદર લોકસભાના નાગરિકોને દિવાળી તથા નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ..

પ્રકાશના મહાપર્વ દીપોત્સવી અને આગામી વિક્રમ સંવતના નૂતન વર્ષ નિમિત્તે ભારત સરકારના કેન્દ્રીય મંત્રીશ્રી અને પોરબંદર લોકસભા ક્ષેત્રના સાંસદશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા સાહેબએ સુદામાપુરી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પાવન જન્મભૂમિ એવા આપણા પોરબંદર સહિત સમગ્ર પોરબંદર લોકસભાના નાગરિકોને એક સત્તાવાર સંદેશા મારફતે હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે કે, દિવાળીનો આ પવિત્ર તહેવાર અંધકાર પર પ્રકાશ, અસત્ય પર સત્ય અને નિરાશા પર આશાના વિજયનું પ્રતીક છે, ત્યારે આ મંગલ પર્વ સમગ્ર પોરબંદર લોકસભા ક્ષેત્રના તમામ ભાઈઓ, બહેનો, વડીલો, યુવાનો, ખેડૂતો, સાગરખેડૂતો અને શ્રમજીવીઓના પરિવારમાં સુખ, શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો નવો પ્રકાશ રેલાવે તેવી ઈશ્વરના ચરણોમાં મારી પ્રાર્થના છે; વીતેલા વર્ષના તમામ પડકારોને પાર કરીને આપણે સૌ એક નવી ઉર્જા, રચનાત્મક વિચાર અને સકારાત્મક અભિગમ સાથે નૂતન વર્ષમાં પ્રવેશ કરીએ તથા સામાજિક સમરસતા અને પારસ્પરિક ભાઈચારાની ભાવનાને વધુ સુદ્રઢ બનાવીએ તે રાષ્ટ્રનિર્માણ માટે અત્યંત આવશ્યક છે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ના મૂળ મંત્રને ચરિતાર્થ કરતા આપણા ગૌરવવંતા પોરબંદર સંસદીય વિસ્તારને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે આપણે સૌ ખભેખભો મિલાવીને સહિયારો પ્રયાસ કરીએ એ જ આજના પાવન અવસરે આપણો સાચો સામાજિક સંકલ્પ હોવો જોઈએ; આવનારું નવું વર્ષ આપણા સંસદીય ક્ષેત્રના વેપાર-ઉદ્યોગમાં ઉત્તરોત્તર વૃદ્ધિ લાવે, કૃષિ અને મત્સ્યોદ્યોગ ક્ષેત્ર વધુ આર્થિક રીતે સમૃદ્ધ બને અને યુવાશક્તિને પ્રગતિની નવી તકો સાંપડે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરી, મંત્રીશ્રીએ લોકશાહીના ચોથા સ્તંભ સમાન તમામ પત્રકાર મિત્રો, પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મીઓ અને છેવાડાના માનવી સહિત સમગ્ર પોરબંદર લોકસભાના નાગરિકોને હૃદયપૂર્વક શુભ દીપાવલી અને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા છે.

“પોરબંદર લોકસભાનો દરેક નાગરિક મારો પરિવાર છે. આવો, નવા વર્ષે એકમેકના સુખ-દુઃખના સાચા સાથી બનીને દરેક આંગણામાં ખુશીઓના દીવડા પ્રગટાવીએ..”

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 147

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *