ટોલ ટેક્સ ઉપર ઊભા રહેતા લુખ્ખા અને ફર્જી સીઝરો પર રાજ્ય પોલીસ નજર રાખે તેવી વાહન માલિકોની માંગ ઉઠી રહી છે
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
. કહેવાય છે કે કાચા હૃદય ના માણસને દબાવવામાં આવે તો ડરી જતા હોય છે. તેવી જ એક ઘટના અરવલ્લી જિલ્લાના ઈસમ જોડે ઘટી હતી.. ઈસમ પોતાની કાર લઇ બોપલથી સાણંદ ટોલ ટેક્સ વચ્ચે બે બાઈક સવાર ગઠિયાઓ કાર ઉભી રખાવી અમે ફાઇનાસ કંપનીઓ સીઝીગ કર્મચારીઓ છીએ અને તમારી ગાડીના હપ્તા ભરાયા નથી.ત્યારે કાર ચાલક આજીજી કરી જણાવ્યું હતું મારી લોન મોડાસાની મહિન્દ્રા ફાઇનાન્સમાં ચાલે છે અને રેગ્યુલર લોન ની ભરપાઈ કરું છું ત્યારે બંને ગઠિયા ધાક-ધમકી આપી ગાડી પડાવી લેવાની તેમજ ટોલ ટેક્સ નહી વટાવવા દઈશુ કહી 5000 હજાર ની માંગણી કરી હતી.. ત્યારે કાર માલિક ગભરાઈને 5000 હજાર સંદીપ ઝાલા નામના તેના નંબર ઉપર ગઠીયાને ઓનલાઇન પેટિયમ કર્યા હતા. ટોલ ટેક્સ ઉપર ઊભા રહેતા લુખ્ખા અને ફર્જી સીઝરો પર રાજ્ય પોલીસ નજર રાખે તેવી વાહન માલિકોની માંગ ઉઠી રહી છે.