મોરના ઈંડાને ચીતરવા ના પડે..
આપણે ક્યારેક અમુક બાળકોને જોઈએ તો તેમની પ્રતિભા, સંસ્કાર, વ્યક્તિત્વ અને સ્વભાવથી આપણે અંજાઈ જઈએ છીએ,આપણે બે ઘડી વિચાર કરતા થઇ જઈએ કે આ બાળક આટલું બધું જાણતું કઈ રીતે હોઈ શકે, હજુ તો હાલ ઉગી નીકળ્યું હોય ના તેને દુનિયા જોઈ હોય ના કોઈને મળ્યું હોય ના સામાજિક જ્ઞાન હોય ના તેને ઈશ્વર માટે કઈ ભાવ હોય ના કોઈ શ્રદ્ધાની જાણ હોય તો કઈ રીતે શક્ય બને તો..હા.. બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે જ તે અમુક બાબતો શીખી ગયું હોય છે એટલે જ કહેવાય છે કે માતા જ્યારે ગર્ભવતી હોય ત્યારથી જ તેની દરેક માનસિક સ્થિતિની બાળક પર અસર પડે છે તે નવ મહિના ખૂબ જ અગત્યના હોય છે, તે નવ મહિનામાં તમારી ધાર્મિકતા, તમારું રહેંન સહન, ખોરાક, માનસિક સ્થિતિ અને સ્વભાવ બધું જ બાળક ગ્રહણ કરે છે અને દુનિયામાં આવતા વેંત જ તેના સ્વભાવનું લોકો મૂલ્યાંકન કરતા હોય છે અને તે સચોટ હોય છે હું મારી જ દિકરીની વાત કરું તો તે નવ મહિનામાં હું કોઈકને કોઈક પ્રવૃત્તિ કરતી હતી, અને દરેક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરતી એકલી હું રહી જ નથી, કે ના ખોટા વિચારો કર્યા,તેની સીધી અસર મારી દિકરી ઉપર હું જોઈ શકું છું. દિકરીના જન્મ પછી તરત મારા ઘરમાં મારા પોતાના બે પ્રસંગો આવ્યા એક ભાઈના લગ્ન જેમાં વસ્તુ લાવવા મુકવાથી માંડી દરેક વસ્તુની જવાબદારી મારી પર હતી ત્યારે તે ફક્ત બે મહિનાની જ હતી તમે વિશ્વાસ નહી કરો તેને મને બિલકુલ હેરાન નથી કરતી, હું ખરીદી માટે બહાર જતી ત્યારે પણ તે મારા પરિવાર સાથે રહેતી અને દરેક વ્યક્તિ પાસે જતી,કહેવાય છે અમુક બાળકો માણસ જોઈને ભડકે પણ ના તેને તો માણસો આવે એટલે આનંદ આવે,મારા દિયરના લગ્નની બધી જ વિધિમાં મારે બેસવાનું હતું મને ડર હતો કે હવે દિકરી થોડીક મોટી છે એ નહી રહે તો પણ તેમાં પણ તેને મને ખોટી પાડી મને ખબર જ ના પડી અને પ્રસંગ પૂર્ણ થયો એટલે કહેવાનો ભાવાર્થ એમ કે બાળક સમાયોજન સાધે તેવું હોવું જોઈએ અને જો નથી સાધી શકતું તો તેને શીખવો, તમે પોતે એવા બની જાવ ઘણી બધી વસ્તુ બાળક માતા પિતા અને પરિવારને જોઈ શીખે છે, ધાર્મિકતાની વાત કરું તો થોડા સમય પહેલા જ અમે એક આશ્રમમાં ગયેલા ત્યાં એક બાપુનું પ્રવચન ચાલતું હતુ, મારી દિકરી ખબર નહી બધું જ સમજતી હોય તેમ એકીટસે બધું જ જોઈ રહી હતી આરતીનો સમય થયો જોરથી ઘટનાદ થયો મને લાગ્યું આ ડરી જશે પણ ના તે હસવા લાગી અને ચારેકોર જોવા લાગી, અંતે અમે ઘરે જવા નીકળ્યા પછી બાપુએ મને બોલાવી એટલું કહ્યું કે આ બાળકી સામાન્ય નથી, તેના લોહીમાં ધાર્મિકતા છે,તેને ગર્ભમાં ચોક્કસ ધાર્મિક વાતો સાંભળી હોવી જોઈએ મે કોઈ બાળક આટલું નાનું આટલો સમય બેસી રહેતું જોયું નથી એ કકળાટ કરે જ, કજિયા કરે તેને વાતાવરણ માફકના આવે કા તો તેને બીજી કોઈ પ્રવૃત્તિ કરવી હોય પછી તેઓ તેને આશિષ આપ્યા, હાલ પણ પૂજાના સમયે 7 વાગે હું મંદિર નજીક બેસું ત્યારે તેનું ધ્યાન મારી તરફ જ હોય, જોવો આ બધું વારસામાં મળે અને થોડુંક શીખવવું પડે,ભોજનની વાત કરું તો મે બધું જ નવ મહિના જમ્યુ હતુ, પાંચમાં મહિને મે તેને અન્નપ્રાસ સંસ્કાર આપેલા. થોડું થોડું જમવાનું આપવાનું શુરુ કરેલું ઘણા લોકોએ મને કહેલુ કે શુરુઆતમાં થોડું અઘરું પડશે તેને કદાચ ના ભાવે, તે ના ખાય, થુંકી દે, પણ માતાજીની દયાથી આજ સુધી તેને મને હેરાન નથી કરી જે પણ આપ્યું તે હસતા હસતા ખાધું અને હું કંઈક નવું બનાવું તો પણ તે ખાઈ લે ઘણા બાળકોને ગળ્યું જ ભાવે, ઘણાને તીખું, પણ મારી દિકરી બધે જ સમાયોજન સાધી લે, ઘણા લોકો મને કહે છે કે સુચિતા તારી દિકરી બહુ ડાહી છે ત્યારે મારું શેર લોહી ચડે અને અંતે એક વ્યક્તિએ મને પૂછ્યું તમારી દિકરી હંમેશા હસતી જ કેમ હોય છે અને મે એક હળવો શ્વાસ લઈને કહ્યું, “મોરના ઈંડા ને ચીતરવા પડે?
બાળકોને સર્વગુણ બનાવવા માટે કોઈ ગર્ભસંસ્કાર કે કોઈ ક્લાસ ની જરૂર નથી આપણી વાણી,વર્તન,સ્વભાવ ગર્ભવસ્થામાં અને તેના પછી પણ સારા હશે તો બાળક ઉચ્ચ કોટીનું બનશે જ.
સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “