➡ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા, પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, શ્રી પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
➡ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો હેડ.કોન્સ. સાગરભાઇ જોગદીયા તથા મહેન્દ્રભાઇ ચૌહાણને સંયુકત બાતમીરાહે હકીકત મળેલ કે,વલ્લભીપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૫૨૧૦૧૯૦/૨૦૨૧ ઇ.પી.કો.કલમઃ-૩૬૩,૩૬૬ વિગેરે મુજબનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી જયપાલસિંહ હસવંતસિંહ રાઉલજી રહે.ગોરજ તા.ઠાસરા જી.ખેડા-નડીયાદ વાળો હાલ તેના ગામ તેની વાડીએ હાજર છે. જે હકીકત આધારે એલ.સી.બી. સ્ટાફનાં માણસો ગઇ કાલે હકીકતવાળી જગ્યાએ જઇ તપાસ કરતા આરોપી જયપાલસિંહ હસવંતસિંહ રાઉલજી ઉ.વ. ૩૪ રહે.ગોરજ તા.ઠાસરા જી.ખેડા-નડીયાદવાળો તેની વાડીએથી હાજર મળી આવેલ.તેની ગુના બાબતે પુછપરછ કરતા ઉપરોકત ગુન્હાના કામે પોતાને પકડવાના બાકી હોવાનુ જણાવેલ. જેથી તેને હસ્તગત કરી તે અંગેની જાણ ઠાસરા પોલીસ સ્ટેશનમાં કરી આગળની વધુ કાર્યવાહી કરવા માટે તેને વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ.
➡ આમ, વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇ.પી.કો.કલમઃ-૩૬૩, ૩૬૬ મુજબનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં એલ.સી.બી. ને સફળતા મળેલ છે.
➡ આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો. સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પો. સબ ઇન્સ. પી.આર.સરવૈયાની સુચના અને માર્ગદર્શન અનુસાર હેડ કોન્સ. સાગરભાઇ જોગદિયા,મહેન્દ્દભાઇ ચૌહાણ,ઘનશ્યામભાઇ ગોહિલ, હરપાલસિંહ ગોહિલ, પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા તથા ડ્રાયવર એ.એસ.આઇ. પદુભા ગોહિલ એ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતાં.