Latest

આજરોજ દિલ્હી ખાતે ભારત સરકારના રેલવે મંત્રાલયના PAC કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં મળેલ મિટિંગમાં ભારતીય રેલવેના PAC કમિટીના સભ્ય શ્રી છોટુભાઈ પાટીલ દ્વારા ભારતીય રેલવેના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત અને વિવિધ યાત્રીઓને સુવિધામાટે માંગણીઓ કરવામાં આવી .

તેના મુદ્દાઓ નીચે મુજબ છે.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

◆ સુરત રેલ્વે સ્ટેશન તમામ સુવિધાઓથી સજ્જ છે પરંતુ હજી પણ એને અપડેટ કરવાની જરૂર છે, પે એન્ડ યુઝ અને વેઇટિંગ રૂમ સુવિધા વધારવાની જરૂર છે જેથી રેલવે મંત્રાલયને આવક પણ થાય અને યાત્રીઓને વધુ પ્રમાણમાં સુવિધા પણ મળે.
◆ ભારત દેશના દરેક મોટા સ્ટેશનો પર યાત્રીઓની આરોગ્યની સુવિધા માટે ક્લિનિકની સુવિધા ઉપલબ્ધ થાય.
◆ સુરત રેલવે સ્ટેશન ખાતે વેજ ફૂડ કોર્ટની સાથે નોનવેજ ફૂડ કોર્ટની પણ શરૂઆત કરવામાં આવે જેથી રેલવે મંત્રાલયને આવક પણ થાય.
◆ દેશભરમાં ભારતીય રેલવેની જે પેસેન્જર ગાડીઓ બંધ છે તેમને તાત્કાલિક શરૂ કરવામાં આવે, જેનો લાભ સામાન્ય જનતાને થાય.
◆ સુરત સ્ટેશન થી ભુસાવલ જતી આવતી 59013/59014 અપ-ડાઉન સુરત-ભૂસાવલ-સુરત પેસેન્જર ગાડી તાત્કાલિક શરૂ કરવામાં આવે જેથી તાપ્તિ લાઇનના સામાન્ય જનતાને એનો લાભ મળે.
◆ સુરતથી મુંબઈ જવા જે રીતે ફલાઈગ રાણી ગાડી સવારે નીકળી સાંજે પરત ફરે, તેવી જ રીતે ભૂસાવલ જવા માટે ગાડી શરૂ કરવામાં આવે.
◆ દક્ષિણ ગુજરાતના ઉધના,ભેસ્તાન, નવસારી, બીલીમોરા, અમલસાડ,વલસાડ, વાપી, કીમ ,કોસંબા થી અપડાઉન કરતા લોકોની મુશ્કેલીઓ દૂર કરવા બંધ ગાડીઓ તાત્કાલિક શરૂ કરવામાં આવે, તેવી પણ માંગણી કરવામાં આવી.
◆ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર કાર્યરત પે એન્ડ યુઝના કોન્ટ્રાક્ટર દ્વારા યાત્રીઓ પાસેથી વધુ રૂપિયા ખંખેરવામાં આવે છે, જેને બે થી ત્રણ વાર દંડ કરવામાં આવેલ છે છતાં તેના દ્વારા આ પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવેલ છે જેથી તે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવા માંગણી કરવામાં આવી.


◆ ભારતીય રેલવેમાં રિઝર્વેશન કરતી વખતે યાત્રી દ્વારા ફોર્મ ભરવામાં આવે છે જેમાં સુધારો કરવાની માંગણી કરવામાં આવી,
દાખલા તરીકે યાત્રીને અમદાવાદ થી સુરત જવું હોય તો તે કનફોર્મ મળવા અમદાવાદ થી મુંબઈ નું ટિકિટ બુક કરે છે, અને રેલવેને જાણ ન થતી હોવાથી સુરત થી તે સીટ ખાલી જાય છે, જેથી તે સીટપર ટી સી દ્વારા રૂપિયા લઈ અન્યને બેસાડી દેવામાં આવે છે અને રેલવેના નુકસાન થાય છે, જેથી ફોર્મમાં બોર્ડિંગ સ્ટેશન ની સાથે યાત્રી સમાપ્તિનું સ્ટેશનનું નામ પણ લખવામાં આવે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *