રિપોર્ટિંગ આનંદ ગુરવ.સુરત
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિરર્ભાવ સોસાયટીના સામે જય અંબે નગરમાં સ્થીત ગુરુજી નું આશ્રમ પર આજે 23 માચ ના દિવસે પરમ પૂજ્ય સંત જય ગુરુદેવ બાબાની મુક્તિ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જય ગુરુદેવ સંસ્થાના પ્રમુખે જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકાર સમયે બાબાજી ને ૨૧ મહિના સુધી જેલમાં નાખ્યા હતા અને 23 માર્ચના દિવસે ત્રણ વાગ્યાંના સમયે જેલ માંથી મુક્ત કર્યા હતા એટલા માટે જય ગુરુદેવના ભાવિ ભક્તો 23 માર્ચ મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે જય ગુરુદેવના ભાવિ ભક્તો દ્વારા ભારતના અલગ અલગ રાજ્યોમાં અને ગુજરાતના સુરતના અલગ અલગ વિસ્તારોમાં શોભાયાત્રા કાઢી ત્યાર બાદ તમામ ભાવિ ભક્તો આશ્રમમાં ભેગા મળી સત્સંગ કરી બાબાજીને પ્રાર્થના કરી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે ..
હોળી ,દિવાળી કરતા પણ મોટો તહેવાર તરીકે 23 માર્ચએ સંત જય ગુરુદેવ બાબાની મુક્તિ દિવસ તરીકે ઉજવે છે અને આ દિવસે જય ગુરુ દેવ બાબાની શોભા યાત્રા કાળી અને હજારો લોકો માટે ભોજનની વેવસ્થા કરવામાં આવે છે આ કાર્યક્રમ માં ઉપસ્થિત મુખ્ય મહેમાનો યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશભાઈ પાટીલ ,છોટુભાઈ પાટીલ અને વોર્ડ ના તમામ કોર્પોરેટરો હાજર રહ્યા હતા
23 માર્ચે મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે…
23 માર્ચના દિવસે કોગ્રેસ સરકાર દ્વારા જય ગુરુદેવ બાબા ને જેલ મુક્ત કર્યા હતા…
જય ગુરુદેવ ના ભાવિ ભક્તો 23 માર્ચ ના દિવસે શોભાયાત્રા કાળતા હોય છે..
હજારો લોકો માટે જય ગુરુદેવ સંસ્થા દ્વારા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.