Latest

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬

દેવરાજીયા મુકામે ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ સજોડે મતદાન કર્યું

જિલ્લામાં વધુમાં વધુ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વધુમાં મતદાન કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવા અપીલ કરતા રાજ્યમંત્રી શ્રી વેકરીયા

અમરેલી તા. ૨૬ એપ્રિલ,૨૦૨૬ (રવિવાર) ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજરોજ અમરેલી જિલ્લામાં સવારે ૭ વાગ્યાથી લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. જિલ્લામાં કુલ ૦૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા કુલ ૧૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે મતદાન શરૂ છે.

અમરેલીના દેવરાજીયા મુકામે ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ સજોડે મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વધુમાં વધુ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પાયા સમાન સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને વધુ મજબૂત બનાવવા માટે  રાજ્યમંત્રી શ્રી વેકરીયાએ નાગરિકોને અપીલ કરી હતી.

વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો અને વૃદ્ધો માટે ખાસ વ્હીલચેર તેમજ અનુકૂળ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી તેઓ કોઈપણ અડચણ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. ઉનાળાની ગરમ ઋતુને ધ્યાનમાં રાખીને મતદારો માટે મતદાન મથકોના સ્થળ પર પીવાના પાણીની જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

રિપોર્ટર ટીનુભાઈ લલિયા ધારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

1 of 143

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *