સાબરકાંઠા જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીડોરની અધ્યક્ષતામાં યોજાઇ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાની આયોજન મંડળની બેઠક ડૉ.કુબુરભાઇ ડિંડોર, માન.પ્રભારીમંત્રીશ્રી સાબરકાંઠાની અધ્યક્ષતામાં યોજાઇ. જેમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજનની જુદી-જુદી જોગવાઇ હેઠળ કુલ રૂ.૧૦૨૪.૯૦ લાખનું ૭૮૦ કામોનું, ૫% પ્રોત્સાહક જોગવાઇ હેઠળ રૂ.૩૫.૦૦ લાખનું ૨૧ કામોનું અને નગરપાલિકા જોગવાઇ હેઠળ ૧૫૫.૦૪ લાખનું ૨૫ કામોનું વર્ષ :- ૨૦૨૨-૨૩ નું આયોજન મંજુર કરવામાં આવ્યુ. તથા માન. પ્રભારીમંત્રીશ્રી ધ્વારા ગત વર્ષના પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સમીક્ષા કરી.
સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા પ્રભારીમંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીડોરની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. જેમાં ગત બેઠકમાં કરેલી કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ ૫ ટકા પ્રોત્સાહક નગરપાલિકા તથા જિલ્લા કક્ષાએ જોગવાઈ વર્ષ ૨૦૨૨-૨૩ નું આયોજન મંજૂર કરવામાં આવ્યું હતું. બક્ષીપંચનું આયોજન અને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ યોજના હેઠળ ચાલતા કામોની પ્રગતિ અને સિદ્ધિ અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે પરંતુ નાણાકીય વર્ષના બાકી રહેલા કામો સત્વરે ઝડપથી પૂર્ણ કરીને જિલ્લા કલેકટરશ્રીને રિપોર્ટ કરવા અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી અને સ્થળ ફેરફાર તેમજ કામો બદલાવ અને થાય તો જરૂરી સુધારા-વધારા કરીને પદાધિકારીઓને ધ્યાને મૂકીને સત્વરે કામ કરવા જણાવ્યું હતું અને રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબનો ખર્ચ અને ગુણવત્તાસભર કામ કરવા ઉપર ભાર મુક્યો હતો. એકના એક કામો બેવડાય નહીં તે જોવા તકેદારી રાખવા જણાવ્યું હતું અને કામ પૂર્ણ થયે જીઓ ટેગીંગ કરીને ફોટોગ્રાફ પાડી પૂર્ણ કામો જાહેર કરવા પર ભાર મૂક્યો હતો.
સાબરકાંઠા જિલ્લાની આયોજન મંડળની બેઠકમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજનની જુદી-જુદી જોગવાઇ હેઠળ કુલ રૂ.૧૦૨૪.૯૦ લાખનું ૭૮૦ કામોનું, ૫% પ્રોત્સાહક જોગવાઇ હેઠળ રૂ.૩૫.૦૦ લાખનું ૨૧ કામોનું અને નગરપાલિકા જોગવાઇ હેઠળ ૧૫૫.૦૪ લાખનું ૨૫ કામોનું વર્ષ :- ૨૦૨૨-૨૩ નું આયોજન મંજુર કરવામાં આવ્યુ. તથા માન. પ્રભારીમંત્રીશ્રી ધ્વારા ગત વર્ષના પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સમીક્ષા કરી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ, હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, હિંમતનગર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઇ પટેલ તથા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ તથા નગરપાલિકાના પ્રમુખશ્રીઓ જિલ્લા કલેક્ટર શ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેન શાહ, જીલ્લા આયોજન અધિકારીશ્રી તથા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.