આહીર સમાજનુ ખાતમુર્હત, આહીર જવાનો દ્વારા તિરંગા યાત્રા અને ભવ્ય લોકડાયરો યોજાય
ભાવેશ આહીર,અર્જુન આહીર અને મીરા આહીર ના ગીતો પર લોકો એ કર્યો રૂપિયા નો વરસાદ
સમસ્ત આહીર સમાજ દ્વારા સોમનાથ – દ્વારકા હાઇવે પર માંગરોળ ના રહીજ ગામે “કૃષ્ણધામ રજ “ના નામથી ભવ્ય આહીર સમાજ વાડી ના નિર્માણ માટે સ્થાનિક આગેવાનો ની જહેમત જગ્યા ની ખરીદી કરાયા બાદ તે જગ્યા પર આવનારા સમય માં નિર્માણ પામનાર ભવ્ય આહીર સમાજ ના ખાતમુર્હત પ્રસંગે તિરંગા યાત્રા અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ કાર્યક્રમની શરૂવાત માંગરોળ વિસ્તાર ના આહીર સમાજના યુવાનો નુ દેશની આર્મી માં ખુબ મોટુ સંખ્યા બળ ધરાવે છે ત્યારે માંગરોળના ટાવર ગ્રાઉન્ડ થી રહીજ સુધી આર્મીના જવાનો દ્વારા તિરંગા યાત્રા દેશભક્તિ ગીત સાથે ડીજે ના તાલ સાથે ડીવાયએસપી ગઢવી,મેરામણ ભાટુ,મારખી વછરા,રાજુ ચાવડા અને ગોવિંદ ચોચા ના દ્વારા તેનું પ્રસ્થાન કરવાયું હતુ અને ભવ્ય યાત્રા નીકળી હતી સાંજ ના સમયે આહીર સમાજ ના નિર્માણમાં સહયોગ આપનાર દાતાઓ અને આહીર સમાજ ના નવ નિયુક્ત વર્ગ 1-2 ના અધિકારીઓ નુ સન્માન સાથે સમૂહ ભોજન પ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ આ તકે ભવ્ય લોકડાયરા અને પરંપરગત પહેરવેશ માં દાંડિયારાસ નુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા આહીર સમાજ ના યુવા કલાકારો ભાવેશ આહીર,અર્જુન આહીર,મીરા આહીર,હરદેવ આહીર ના તાલે ભવ્ય દાંડિયા રાસ માં આહીરો પરંપરગત પહેરવેશ માં ગરબે ઘૂમ્યા હતા તો રાત્રીના સમયે આજે કલાકારો ના તાલે લોકડાયરામાં પણ દાતાઓ નોટો નો વરસાદ વરસાવ્યો હતો આ આહીર સમાજ ના નિર્માણ કાર્યમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ના પુત્ર રાજુ ચાવડા દ્વારા એકવીસ(21)લાખનુ દાન સમાજવાડી માં જાહેર કરાયુ હતુ તો ભાજપ ના પ્રદેશ મંત્રી રઘુભાઇ હુંબલ,અશોકભાઈ પીઠીયા, જગમાલભાઇ વાળા,ખોડુભાઇ સેંગળીયા,મેરામણભાઈ ગોરીયા દ્વારા એક રૂમના સહયોગ જાહેર કરવામાં આવ્યો હતો આ સમાજના ભૂમિદાન ના મુખ્ય દાતા હીરાભાઈ જોટવા અને રાજુ ચાવડા ના હસ્તે સમાજના નિર્માણ નુ ખાતમુર્હત કરવામાં આવ્યુ હતુ આ સમગ્ર કાર્યક્રમમાં આહીર સમાજ ના અગ્રણીઓ હીરાભાઈ જોટવા,રાજુ ચાવડા, રઘુભાઇ હુંબલ,મેરામણ ગોરીયા, પ્રવીણ રામ,અશોક પીઠીયા, પ્રગતિ આહીર,મથુર બલદાણીયા, ખોડુભાઇ સેંગલીયા, હેમંત લોખીલ, જગમાલ વાળા,જીવાભાઈ મારડિયા,દિનેશભાઇ મૈતર,રાહુલ ચોચા સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમ નુ આયોજન ગોવિંદભાઇ ચોચા,ભરત રામ અને વેજાભાઇ ચાંડેરા ના નેતૃત્વ માં સમગ્ર માંગરોળ વિસ્તાર ના યુવાનો અને વડીલો દ્વારા કરાયું હતુ આ તકે ગોવિંદભાઇ ચોચના જણાવ્યા અનુસાર આવનાર સમય માં આહીર સમાજ ના ભવ્ય ભવન નુ નિર્માણ થવા જઈ રહ્યું છે જેનો લાભ આહીર સમાજ ના પદયાત્રીઓ,વિવિધ વિસ્તાર માંથી આવતા પ્રવાસીઓ, અને સ્થાનિક લોકોના નાનમોટા કાર્યક્રમો,નવરાત્રી મહોત્સવ માં ઉપયોગી નિવાડશે દ્વારકાધીશ ની કૃપાથી આ ભવ્ય ભવનના નિર્માણ નો પાયો નાખાઈ ચુક્યો છે અને ખુબ ટૂંકા સમયમાં પૂર્ણ થશે ત્યારે આહીર સમાજના લોકોને દાનની સરવાણી વહાવવા અપીલ પણ કરાઈ હતી
રીપોર્ટ નિલેષ ઢીલા
.