શકિતપીઠ અંબાજી ગુજરાતનુ સૌથી મોટું શકિતપીઠ છે.બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબ તેમજ મ.પો.અધી.સા.શ્રી સુશીલ અગ્રવાલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી જેમા આજે છાપરી બોર્ડર પર સેન્ટ્રો ઞાડી નં. DL-8-CN-7157 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 485-/- કી.રૂ. 2,42,500/- કુલ મુદ્દામાલ કી.રૂ. 3,02,500/- ના સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં શ્રી જે.બી.આચાર્ય પોલીસ ઇન્સ્પેકટર અંબાજી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન મુજબ
પો.સ.ઇ. શ્રી એમ.વી.ગમાર તથા એ. એસ.આઇ. શંકરભાઈ તથા એ. એસ.આઇ. રતનસિંહ તથા અ.હેડ. કોન્સ. જયકરણદાન તથા આ.પો.કોન્સ. દલસંગજી નાઓ સાથે અંબાજી સરહદ છાપરી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમિયાન એક સેન્ટ્રો ગાડી નં.DL-8-CN-7157 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 485/- કિ.રૂ.2,42,000/- ના મુદ્દામાલ સાથે સુનીલકુમાર મહેન્દ્રસિંહ જાટ રહે. રોહણા તા- ખરખોદા તથા મોહિત સુરેન્દ્રસિંહ કટારીયા રહે. કૈલાના તા- ઘન્નોર જી. સોનીપત (હરિયાણા) વાળાઓ પકડાઈ જઈ તેમજ સેન્ટ્રો ગાડી નં.DL-8-CN-7157 તથા મોબાઈલ નંગ-2 સાથે કુલ કી.રૂ. 3,02,500/- ના મુદ્દામાલ સાથે મળી આવતા તેમના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ અંબાજી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
અંબાજી પ્રહલાદપૂજારી