રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
મળતી માહિતી પ્રમાણે પાંડેસરા વિસ્તારમાં આવેલા નોવા કોમ્પ્લેક્સમાં સ્થિત અલીશા ટ્રેડર્સ નામની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા બે દુકાનમાં લાગેલા 12 જેટલા તાળા તોડી તસ્કરો મોટો ટેમ્પો લાવી સ્ટીલ, પિતલ અને તામબાનું સ્ક્રેપ ચોરી કરી કુલ 8.59 લાખ રૂપિયાની ચોરી કરી નાસી ગયા હતા પોલીસ આરોપીઓ સુધી ન પહોંચે તે માટે દુકાનમાં લાગેલા સીસીટીવીના ડી.વી.આર પણ સાથે લઈ ગયા હતા.હાલ આ સમગ્ર ઘટના બાદ ફરિયાદી દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
12 તાળું તોડી કરી 8.50 લાખની ચોરી
પાંડેસરા વિસ્તારમાં તસ્કરોનું આતંક
ચોરી કરી સીસીટીવીના ડીવીઆર પણ સાથે લઈ ગયા
પાંડેસરા પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી