➡ તાજેતરમાં ગુજરાત વન સંરક્ષક વિભાગ દ્વારા ફોરેસ્ટ ગાર્ડ વર્ગ-૩ (વન રક્ષક) ની 344 ખાલી જગ્યાઓ માટેની ભરતીનું ગુજરાત યુનિવર્સીટી પ્રોફેશનલ પરિક્ષા સમિતિ દ્રારા સમગ્ર ગુજરાત રાજયમાં ગઇ તા.૨૭/૦૩/૨૦૨૨નાં રોજ પેપર લેવા માટેનું આયોજન કરવામાં આવેલ. આ પરિક્ષામાં ગુજરાત રાજયનાં ઘણાં બધાં પરિક્ષાર્થીઓએ ભાગ લીધેલ. ગઇ તા.૨૯/૦૩/૨૦૨૨નાં રોજ સોશિયલ મીડિયાનાં માધ્યમથી ભાવનગરનાં પાલીતાણા ખાતે આવેલ યુવા એકેડેમી માંથી વન રક્ષક ભરતીનું તા.૨૭/૦૩/૨૦૨૨નાં રોજ લેવામાં આવેલ પેપરમાં ગેરરીતી થયેલ હોવાનાં મેસેજ વાયરલ થયેલ.
➡ આ અંગે વન રક્ષકની પરિક્ષા દરમ્યાન તકેદારી અધિકારી તરીકે ફરજ બજાવતાં ધવલકુમાર પ્રતાપભાઇ અડવાણી ધંધો-નોકરી રહે.ભાવનગર વાળાએ પાલીતાણા ખાતે આવેલ યુવા એકેડેમી નાં સંચાલક મહેશભાઇ રવજીભાઇ ચુડાસમા રહે.ભદ્રાવળ-૧, તા.તળાજા જી.ભાવનગર હાલ-પાલીતાણા જી.ભાવનગર તથા નિલેશ મનજીભાઇ મકવાણા ઉ.વ.૩૦ ધંધો-કોન્ટ્રાકટ બેઝ પર નોકરી રહે.આંબલી વાડી,નવા પ્લોટ, વરતેજ તા.જી.ભાવનગર તથા જ્ઞાનગુરૂ સેકન્ડરી સ્કુલ, સાગવાડી,કાળીયાબીડ, ભાવનગર ખાતે બેસેલ પરિક્ષાર્થી હરદેવસિંહ કરશનભાઇ પરમાર રહે.જુના પાદરગઢ તા.તળાજા જી.ભાવનગરવાળા વિરૂધ્ધ ફરિયાદ આપતાં ભાવનગર શહેર, નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૦૨૪૧/૨૦૨૨ ઇ.પી.કો. કલમઃ-૪૦૬, ૪૦૯,૧૨૦ બી,૨૦૧,૧૮૮ તથા આઇ.ટી. એકટ કલમઃ-૭૨ (એ) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ.
➡પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, જયપાલસિંહ રાઠોડ સાહેબે ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇને આ ગુન્હાની તપાસ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરાને સોંપી આ ગુન્હાની ઉંડાણપુર્વક તપાસ કરી જેટલાં ઇસમો આ ગુન્હામાં સંડોવાયેલ હોય. તેઓને તાત્કાલિક ઝડપી પાડવા સુચના કરવામાં આવેલ.
➡ આ ગુન્હાનાં કામે પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરાએ તપાસ સંભાળી નીચે મુજબનાં આરોપીઓની ધોરણસર અટકાયત કરેલ છે. તેઓની પોલીસ રીમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે.
૧. મહેશભાઇ રવજીભાઇ ચુડાસમા/ કોળી ઉ.વ.૪૨ ધંધો-નોકરી રહે.ભદ્રાવળ-૧,તા.તળાજા જી.ભાવનગર હાલ-પાલીતાણા જી.ભાવનગર
૨. નિલેશ મનજીભાઇ મકવાણા/ કોળી ઉ.વ.૩૦ રહે.આંબલીવાડી, નવા પ્લોટ, વરતેજ તા.જી.ભાવનગર
➡ આ ગુન્હાનાં કામે વન રક્ષક ભરતીની પરિક્ષા આપવા માટે જ્ઞાનગુરૂ સેકન્ડરી સ્કુલ, સાગવાડી,કાળીયાબીડ, ભાવનગર ખાતે બેસેલ પરિક્ષાર્થી હરદેવસિંહ કરશનભાઇ પરમાર રહે.જુના પાદરગઢ તા.તળાજા જી.ભાવનગરવાળાને પકડી પાડવા માટે એલ.સી.બી.ની ટીમ સતત પ્રયત્નો કરી આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા માટે ચક્ર ગતિમાન કરેલ છે.
➡ આમ,સોશિયલ મીડીયામાં પેપર લીક થયા અંગેનાં વાયરલ થયેલ મેસેજ એકદમ ખોટા છે. આ પેપર કોપી કેસ માત્ર હરદેવસિંહ કરશનભાઇ પરમારે પોતાનાં અંગત ફાયદા માટે મોબાઇલમાં ચાલુ પરિક્ષાએ વર્ગ ખંડમાંથી પ્રશ્નપત્રનાં ફોટાઓ પાડી તેનાં મિત્રો પાસેથી જવાબો મેળવેલ હોવાનું જણાય આવેલ. જે અંગે આગળની તપાસ તજવીજ ચાલુ છે.