રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
ગુજરાત સરકાર દ્વારા આંગણવાડીઓમાં કુપોષણ ગરીબ બાળકો અને ગર્ભવતી મહિલાઓને શિક્ષણ અને સ્વાસ્થ્ય જળવાઇ અને પોષણ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા મોટું બજેટ ફાળવવામાં આવતું હોય છે. જેમાંથી દર મહિને આંગણવાડીઓ દ્વારા કુપોષિત બાળકો અને ગર્ભવતી મહિલાઓને એક સત્વ આયોડીનયુક્ત મીઠુંનું પેકેટ દર મહિને વિતરણ કરવાનો હોય છે. પણ ખરેખર વિતરણ કરવામાં આવતું હોય છે ખરી કે માત્ર કાગળ પર જ એની નોંધ લેવામાં આવે છે જો વિતરણ કરવામાં આવતું હોય તો સરકાર દ્વારા આપવામાં આવતું આ મીઠું કેમ રજડતી હાલતમાં જોવા મળી રહ્યા છે.
સુરત શહેરના પુરવઠા ખાતાના ગોડાઉન પરથી સસ્તા અનાજની દુકાનો સુધી સત્વ આયોડીનયુક્ત મીઠું પહોંચાડવામાં આવતું હોય છે ત્યારબાદ આંગણવાડીની બહેનો દ્વારા સત્વ આયોડીનયુક્ત મીઠા ને મેળવી લેવાનું હોય છે મેળવ્યા બાદ આંગણવાડીમાં કુપોષિત બાળકો અને ગર્ભવતી મહિલાઓને દર મહિને એક સત્વ આયોડીનયુક્ત મીઠાનું પેકેટ વિતરણ કરવાનું હોય છે જો આ સિસ્ટમ સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે તો પુરવડા ખાતાના વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકો અને આંગણવાડીની બહેનો વચ્ચે સંકલન કેમ કરવામાં આવતું નથી.
જેની પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચે કરતી હોય છે. સરકારી ગોડાઉનના માધ્યમથી પુરવઠા ખાતાના સસ્તા અનાજના દુકાનો પર પહોંચાડવામાં આવતું હોય છે એ દુકાન ચાલકને પણ આની ખબર નથી હોતી કે આ સત્વ આયોડીનયુક્ત મીઠું કઈ અગણવડીનું છે.જ્યારે આંગણવાડીની બહેનો સત્વ મીઠું લેવા જતા હોય ત્યારે ખબર પડતી હોય છે કે આ સત્વ મીઠું આ આંગણવાડીનું આવેલું છે.
જેથી કંટ્રોલની દુકાનની આસપાસમાં આવતી આંગણવાડીઓના સંચાલકો દ્વારા દુકાનો પરતી સત્વ આયોડીનયુક્ત મીઠું મેળવી લેવાનું હોય છે પણ જ્યારે આ મીઠું આંગણવાડી બહેનો દ્વારા લઇ નથી જવામાં આવતો અથવા સરકાર દ્વારા આપવામાં આવતું મીઠું એસ્પાયરી હોવાથી મીઠું કંટ્રોલ દુકાનની બહાર જ રજડતી હાલમાં મૂકી દેતા હોય છે.જેના કારણે સત્વ મીઠું રોડ રસ્તાઓ પર રજડતી હાલતમાં દેખાય રહ્યું છે જેથી લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો
આંગણવાડીઓને સરકાર દ્વારા આપવામાં આવતું સત્વ આયોડીનયુક્ત મીઠું રજડતિ હાલતમાં જોવા મળી રહ્યું છે..
ગુજરાત સરકાર દ્વારા કરોડોના ખર્ચે આંગણવાડીના ગરીબ અને ગર્ભવતી મહિલાઓ માટે આયોડીનયુક્ત સત્વ મીઠું આપવામાં આવતું હોય છે..
કરોડના ખર્ચે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતું મીઠું ખરેખર આંગણવાડી દ્વારા આપવામાં આવે છે ખરું કે માત્ર કાગળ પર જ આપવામાં આવતું હોય છે…
પૂર્વ ખાતાના સસ્તા અનાજની દુકાનોની બહાર રડતી હાલતમાં સત્વ મીઠું રજત હાલતમાં જોવા મળતો હોય છે..