રિપોર્ટિંગ આનંદ ગુરવ.સુરત
ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે વર્ષો જૂની દુશ્મનાવટ હોય તેમ છતાં આજે પણ બન્ને દેશો ની સરહદ વચ્ચે માનવતાની રેખા હજી પણ કાયમ છે. ભારતના આયુર્વેદિક ડો.રજનીકાંત પટેલ પાકિસ્તાની 61 વર્ષીય વૃદ્ધા સુરૈયાબાનુને મ્યુકરમાઈકોસિસની નિઃશુલ્ક સારવાર આપી રહ્યા છે. મગજ સુધી ફંગસ પહોંચી ગઈ હતી પરંતુ ડોક્ટર રજનીકાંત પટેલની સારવારના કારણે હાલ તેઓને 50 ટકા રાહત મળી ચૂકી છે.. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુલતાન શહેરમાં રહેતા 61 વર્ષીય મહિલા સુરૈયાબાનુની દીકરી ઈકરા અઝીઝ માતાને મ્યુકરમાઇકોસીસ થતા ખૂબ જ ચિંતિત હતી.ઈકરા અઝીઝેવીડિયોના માધ્યમ થી જણાવ્યું હતું કે, માતાને એક વર્ષ પહેલાં કોરોના થયો હતો અને ત્યારબાદ બ્લેક ફંગસ થતાં પાકિસ્તાનની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ઉપરનું જડબું પણ કાઢવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયાના માધ્યમથી આ બ્લેક ફંગસની સારવાર અન્ય કયા માધ્યમથી કરી શકાય તે અંગે સર્ચ કરી રહી હતી ત્યારે મને ખબર પડી કે ભારતના ડોક્ટર રજનીકાંત પટેલ આયુર્વેદના માધ્યમથી આ સારવાર કરે છે. અમે ડોક્ટરને સીટીસ્કેન રિપોર્ટ સહિતના અન્ય રિપોર્ટ મોકલ્યા હતા. તેઓએ જે પણ દવાઓ બતાવી હતી તે અમે કરી. અગાઉ કરતા હાલ ખૂબ જ રાહત મળી છે અને આગળ પણ આવી રીતે સારવાર થશે તેથી અમને ખાત્રી છે કે મારી માતા ફરીથી પહેલાની જેમ સારી થઈ જશે . હું ડોક્ટર રજનીકાંત પટેલ અને આયુર્વેદિક ઉપચારની આભારી છું…
ડોક્ટર રજનીકાંત પટેલે જણાવ્યું હતું કે, ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સુરૈયાબાનુના દીકરી એ મારો સંપર્ક કર્યો હતો. તેમના મગજ સુધી ફંગસ ની અસર પહોંચી ગઈ હતી. તેમના રિપોર્ટ જોયા બાદ તેમની સારવાર શરૂ કરી હતી. અહીંથી દવાઓ પાકિસ્તાન મોકલવા માટે અમે ત્રણ થી ચાર કુરિયર કંપનીનો સંપર્ક કર્યો હતો. પરંતુ કોઈપણ પાકિસ્તાન દવા મોકલવા માટે તૈયાર ન હતું. જેથી અમે તેમને જણાવ્યું હતું કે ત્યાં કોઈ પણ હર્બલ વનસ્પતિ વેચનાર માર્કેટમાં જે પણ દવાઓ અહીંથી કહેવામાં આવે ત્યાં શોધો. એટલું જ ન નહિં અમે દર્દીને રોજે ઊંટનું દૂધ પીવા માટે કહ્યું હતું કારણ કે તે એન્ટિ ફંગલ વધુ હોય છે અને પાકિસ્તાનમાં આ સહેલાઈથી મળી જાય છે. તેઓ જે 3 થી 4 લીટર ઊંટ નું દૂધ પીવે છે આ સારવાર ચાલી રહી હતી અને એક મહિના બાદ જે રિપોર્ટ કર્યા તેમાં સારી અસર જોવા મળી રહી છે. અમે તેમને જરૂરી સારવાર અહીંથી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે મ્યુકરમાઇકોસિસની આ પ્રકારની મોર્ડન ટ્રીટમેન્ટમાં ખર્ચો ૨૫ લાખ સુધીનો થાય છે. પરંતુ ડોક્ટર રજનીકાંત દ્વારા સુરૈયાબાનુની સારવાર નિ:શુલ્ક કરવામાં આવી છે. ડોક્ટર રજનીકાંત પટેલે વધુમાં કહ્યું કે, અત્યાર સુધી અમે 400 મ્યુકરમાઇકોસિસ ગ્રસ્ત દર્દીઓની સારવાર કરી છે
આયુર્વેદથી પાકિસ્તાનની સુરૈયા સારી થઈ, સુરતના આયુર્વેદિક ડોક્ટરે બ્લેક ફંગસની સારવાર ઘર બૈઠા કરાઈ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે વર્ષો જોની દુશ્મનાવટ હોય તેમ છતાં આજે પણ બન્ને દેશોની સરહદ વચ્ચે માનવતાની રેખા હજી પણ કાયમ છે.
ભારતના આયુર્વેદિક ડોક્ટર રજનીકાંત પટેલ પાકિસ્તાનની ૬૧ વર્ષીય વૃદ્ધ સુરૈયાબાનુને મ્યુકરમૈકોસિસની સારવાર આપી રહિયા છે.
આયુર્વેદ થી 400 મ્યુકરમાઇકોસિસ ગ્રસ્ત દર્દીઓની સારવાર