💫પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.રવિન્દ્ર પટેલસાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.શ્રી એન.જી. જાડેજા,શ્રી પી.આર.સરવૈયા અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.
💫 ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પાલીતાણા ટાઉનથી સોનગઢ હાઇવે રોડ ઉપર આવતાં બાતમીરાહે હકિકત મળેલ કે, દિનેશભાઇ રાજુભાઇ મકવાણા રહે. જસપરાવાળાએ ચોરી અથવા છળકપટથી મેળવેલી મોટર સાયકલો તેના રહેણાંકી મકાનના ફળીયામા રાખેલ છે. જેથી બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા દિનેશભાઇ રાજુભાઇ મકવાણા ઉ.વ ૨૬ ધંધો-ખેત-મજુરી રહે.જસપરા તા. પાલીતાણા જી.ભાવનગર મુળ-ઢુંઢસર તા.શિહોર જી.ભાવનગરવાળો હાજર મળી આવેલ.તેનાં રહેણાંક મકાનના ફળીયા માંથી નીચે મુજબના વર્ણનવાળા ત્રણ મો.સા મળી આવેલ. જે ત્રણેય મો.સાના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ.
1️⃣ કાળા કલરનુ હીરો હોન્ડા સ્પ્લેન્ડર નંબર પ્લેટ વગરનું મો.સા. તેની ચેસીસ તથા એન્જીન નંબરની પોકેટ કોપ મોબાઈલથી ખરાઇ કરતા રજી. નંબર-RJ-14-MW-0585 માલિક રામનીવાસ ભોલારામ અલોરીયા રહે એ-૫૫ ફાસે-૩,જલાણા, ડુંગરી બાઇઝી કી કોઠી, જયપુર, રાજ્ય-રાજસ્થાન વાળાની માલીકીનુ હોવાનું જણાય આવેલ. જે મો.સા. કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી શંકાસ્પદ ગણી કબ્જે કરવામાં આવેલ.
2️⃣ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ નંબર પ્લેટ વગરનું મો.સા. તેની ચેસીસ તથા એન્જીન નંબરની પોકેટકોપ મોબાઈલ થી ખરાઇ કરતા રજી.નંબર-GJ-04-BB-7039 માલીક અમીતભાઇ રાઘવભાઇ સાટીયા રહે.મોટી રાજસ્થળી તા. પાલીતાણા જી.ભાવનગરવાળા હોવાનું જણાય આવેલ.જે મો.સા. કિ.રૂ ૨૦,૦૦૦/- ગણી શંકાસ્પદ ગણી કબ્જે કરવામાં આવેલ.
3️⃣ હીરો હોન્ડા નંબર પ્લેટ વગરનું બંને વ્હીલ તથા સીટ વગરનું ચેસીસ નંબર ઘસી નાખેલ હાલતમાં હોવાથી પોકેટ કોપ મોબાઈલમાં ખરાઇ કરતા માલીકી બાબતે કોઈ વિગત જણાય આવેલ નહી.જે મો.સા. કિ.રૂ ૧૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.
💫 આ દિનેશભાઇ રાજુભાઇ મકવાણાની મોટર સાયકલ બાબતે પુછપરછ કરતા પોતે તથા ભાવેશભાઇ જયંતિભાઇ ડાભી રહે.કબ્રસ્તાન પાસે,પાલીતાણા જી.ભાવનગરવાળાએ ઉપરોક્ત ત્રણેય મોટર સાયકલો ચોરી કરી મેળવેલ હોવાનું જણાવેલ. જેથી ભાવેશભાઇ જયંતિભાઇ ડાભી રહે.પાલીતાણાવાળાને લાવી મો.સા. અંગે પુછપરછ કરતાં ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. જે બંને ઇસમોને ઉપરોકત મો.સા. નંગ-૦૩ સાથે ધોરણસર અટક કરી તેઓને આગળની કાર્યવાહી માટે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
💫 આ ત્રણેય મોટર સાયકલ પૈકી નં.૨ વાળા મોટર સાયકલ અંગે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ચોરી અંગેની ફરિયાદ દાખલ થયેલ હોવાનું જણાય આવેલ. આમ, ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં સ્ટાફને વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢવામાં મહત્વની સફળતા મળેલ.
💫આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા,પોલીસ સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, શ્રી પી.આર. સરવૈયાનાંઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફનાં પો.હેડ.કોન્સ. જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલવા,પો.કોન્સ. બીજલભાઇ કરમટીયા, શક્તિસિહ સરવૈયા,હરીચન્દ્રસિંહ ગોહિલ વિગેરે માણસો જોડાયા હતાં.