💫 ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી, ડો. રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી. જાડેજા,પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ગ્રામ્ય વિસ્તારો માં પેટ્રોલીંગ કરી દારૂ/ જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.
💢 આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફ નાં માણસો ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.સબ ઇન્સ. પી.આર.સરવૈયા તથા પો.કોન્સ. અલ્તાફ ભાઇ ગાહાને બાતમીરાહે હકિકત મળેલ કે, ચેતનભાઇ મનાભાઇ ભીલ તથા તુલસીભાઇ મનાભાઇ ભીલ રહે. બંન્ને પ્લોટ વિસ્તાર,પીથલપુર વાળાઓ ભેગા મળીને પીથલપુર ગામમા આવેલ રામદેવ પીરબાપાના મંદીર પાસે આવેલ સરકારી ઓરડીની અગાશી ઉપર ગે.કા રીતે ભારતીય બનાવટનો પરપ્રાતીય ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે. જે હકિકતવાળી જગ્યાએ સ્ટાફનાં માણસો સાથે રેઇડ કરતાં હકિકતવાળી જગ્યાએ તુલસીભાઇ મનાભાઇ ભીલ ઉ.વ.૨૧ ધંધો-મજુરી રહે.પ્લોટ વિસ્તાર,પીથલપુર તા.તળાજા જી.ભાવનગરવાળો હાજર મળી આવેલ. આ જગ્યાએ ચેતનભાઇ મનાભાઇ ભીલ હાજર મળી આવેલ નહિ. આ જગ્યાએથી નીચે મુજબનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ.
1️⃣ મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ ML બોટલ નંગ-૨૪
2️⃣ મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ૧૮૦ ML બોટલ નંગ-૪૪
3️⃣ રોમાનોવ વોડકા એપલ ફલેવર્ડ ૭૫૦ ML બોટલ નંગ-૩૬
4️⃣ રોમાનોવ વોડકા પ્રિમીયમ ૭૫૦ ML બોટલ નંગ-૨૪
5️⃣ રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમીયમ વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૦૫
💢 આ ઉપરોકત નાની-મોટી કાચની કંપની સીલપેક બોટલ નંગ-૧૩૨ કિ.રૂ.૩૨,૧૦૦/-નો જથ્થો મળી આવેલ. જે ઇંગ્લીશ દારૂનો જથ્થો કોની પાસેથી લાવેલ તે બાબતે પુંછતાં હાજર મળી આવેલ તુલસીભાઇ ભીલે જણાવેલ કે,’’ આ ઇંગ્લીશ દારૂનો જથ્થો ગોપાલ સુખદેવભાઇ બારૈયા રહે.સથરા તા.તળાજાવાળો અઠવાડિયા પહેલાં ટેમ્પામાં છુપાવી આપી ગયેલ હતો.’’ આ અંગે ઉપરોકત ત્રણેય ઇસમો વિરૂધ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ.
💢 આમ, ભાવનગર,એલ.સી.બી.ને ભાવનગર,દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારનાં પીથલપુર ગામમાંથી ઇંગ્લીશ દારૂનો કુલ રૂ.૩૨,૧૦૦/-નો મુદ્દામાલ પકડી પાડવામાં સફળતા મળેલ છે.
💫 આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં. પોલીસ ઇન્સ.શ્રી વી.વી. ઓડેદરા, પો.સ.ઇન્સ શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયાની સુચના અને માર્ગદર્શન અનુસાર એ.એસ.આઇ. મહિપાલસિંહ ગોહિલ, હેડ કોન્સ. જયરાજસિંહ જાડેજા, તથા પો.કોન્સ અલ્તાફભાઇ ગાહા, ડ્રાયવર એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહિલ એ રીતેનાં સ્ટાફના માણસો જોડાયા હતાં.