Breaking NewsLatest

ગુજરાતની મુલાકાત લેતા ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક વી.એસ. પઠાનિયા

અમદાવાદ: ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક (DGICG) મહાનિદેશક વી.એસ. પઠાનિયા PTM, TM 15 થી 17 એપ્રિલ 2022 દરમિયાન ઉત્તર પશ્ચિમ તટરક્ષક પ્રદેશની મુલાકાતે આવ્યા હતા જેમાં તેમણે ઓખા અને પોરબંદર ખાતે આવેલા જિલ્લા હેડક્વાર્ટર ખાતે વિવિધ ICG યુનિટની મુલાકાત લીધી હતી.

વાડીનાર તટરક્ષક સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાતો દરમિયાન DGICGએ, આ યુનિટ્સની પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી અને તટરક્ષક દળના કર્મીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે ઓખા ખાતે હોવર પોર્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું અને વાડીનાર ખાતે તટરક્ષક જેટ્ટીનો શિલાન્યાસ કર્યો હતો. આ બંને પરિયોજનાઓથી આ પ્રદેશમાં ICGનો વિકાસ થવામાં વેગ મળશે અને ઝડપી પરિચાલન ટર્નઅરાઉન્ડ પ્રદાન થશે તેમજ ICGની જાળવણી કામદારી વધુ વેગવાન થશે. DGICGની સાથે તટરક્ષિકાના અધ્યક્ષ પણ જોડાયા હતા અને તેમણે ICG કર્મીઓના પરિવારો સાથે સંવાદ કર્યો હતો તેમજ ઓખા ખાતે મેસ એનેક્સ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. ઇન્સ્પેક્ટર જનરલ એ.કે. હરબોલા, TM, પ્રાદેશિક કમાન્ડર (ઉત્તર પશ્ચિમ) અને જિલ્લા કમાન્ડર્સ પણ DGICG સાથે જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *