➡ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની તથા ક્રિકેટ સટ્ટાની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
💢 ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પો.હેડ કોન્સ. રાજપાલસિંહ સરવૈયા તથા વનરાજભાઇ ખુમાણને અગાઉ બાતમીરાહે હકિકત મળેલ કે, નિરવ ઉર્ફે ગોપાલ ડી. અનંતરાય ગાંધી રહે.અવધનગર,કાળીયાબીડ, ભાવનગર તથા તેનાં માણસ જીગર બદ્રીશભાઇ ધાનક રહે.ભગાતળાવ, કણબીવાડ પાસે,ભાવનગરવાળા પોતાનાં કબ્જા-ભોગવટા ની ચામુંડા કેબલની ઓફિસ, ચામુંડા પાન સામે, રેલ્વે સ્ટેશન રોડ, ટંડલીયા ચોક, સોનગઢ તા.શિહોર જી.ભાવનગરમાં બેસીને બહારથી માણસો બોલાવી આઇ.પી.એલ. ટુર્નામેન્ટની ક્રિકેટ મેચ જોઇને મોબાઇલ દ્રારા ક્રિકેટ મેચના સોદા કરી જુગાર રમી-રમાડી જુગારનો અખાડો ચલાવે છે. આ અનુસંધાને ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઇકાલે ભાવનગર ગ્રામ્ય, સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગ માં હતાં. ત્યારે ઉપરોકત બાતમી વેરીફાય કરતાં ત્યાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમાતો હોવાનું જણાય આવેલ.જેથી આ જગ્યાએ રેઇડ કરતાં મોબાઇલો, લેપટોપ રાખી ટેબલેટમાં આઇ.પી.એલ. ટુર્નામેન્ટની મુંબઇ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટસ ટવેન્ટી-ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમી-રમાડતાં (૧) નિરવ ઉર્ફે ગોપાલ ડી. અનંતરાય ગાંધી ઉ.વ.૩૮ ધંધો-વેપાર રહે.પ્લોટ નં.૨૮૮૦,અવધનગર,કાળીયાબીડ, ભાવનગર (૨) જીગર બદ્રીશભાઇ ધાનક ઉ.વ.૨૩ ધંધો-પ્રાયવેટ નોકરી રહે.ભગતની શેરી, ભગાતળાવ, કણબીવાડ પાસે, ભાવનગર (૩) અજયસિંહ નરેન્દ્દસિંહ ગોહિલ ઉ.વ.૨૪ ધંધો- અભ્યાસ રહે.અકવાડા તા.જી.ભાવનગર વાળા નીચે મુજબનાં ક્રિકેટ સટ્ટાનો જુગાર રમવાનાં સાધનો, રોકડ રકમ વિગેરે ચીજવસ્તુઓ સાથે હાજર મળી આવેલ.
💢 કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. કાળા કલરનું H.P. કંપનીનું HP Probook 450 G1 લેપટોપ તથા કેબલ પાવર
2. સેમસંગ કંપનીનું GALAXY TAB A ટેબલેટ
3. VI કંપનીનું ડોન્ગલ ડોન્ગલ
4. અલગ-અલગ કંપનીનાં મોબાઇલ નંગ-૧૪
5. મોબાઇલ ચાર્જર નંગ-૫
6. પાવર એકસટેન્શન બોર્ડ-૦૨
7. રોકડ રૂ.૧૬,૦૩૦/-ની ચલણી નોટો
8. મારૂતિ કંપનીની સીયાઝ કાર રજી.નંબર- GJ-04-DA 6885
9. ક્રિકેટ મેચનાં સોદા લખેલ બુક-૧ તથા લાઇટ બિલ મળી કુલ રૂ.૫,૯૬૮૮૦/-નો મુદ્દામાલ
💢 આ અંગે ઉપરોકત ત્રણેય ઇસમો તથા ક્રિકેટ સટ્ટો રમવાવાળા ગ્રાહકો તથા બુકીઓ વિરૂધ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
💫 આમ, ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને I.P.L. ની મુંબઇ ઇન્ડિયન્સ તથા લખનૌ સુપર જાયન્ટ વચ્ચેની 20-20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી-રમાડતાં કુલ-૩ ઇસમોને રોકડ સહિત કુલ રૂ.૫,૯૬,૮૮૦/-નાં મુદામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મળેલ.
➡ આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા,પો. સબ ઇન્સ. શ્રી એન.જી. જાડેજા,પો. સબ ઇન્સ. પી.આર.સરવૈયા ની સુચના અને માર્ગદર્શન અનુસાર હેડ કોન્સ. રાજપાલસિંહ સરવૈયા, વનરાજભાઇ ખુમાણ,જયરાજસિંહ જાડેજા, હિતેશભાઇ મકવાણા,પો.કો. હરીચંદ્દસિંહ ગોહિલ, બીજલભાઇ કરમટીયા તથા ડ્રાયવર હારિતસિંહ ગોહિલ એ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતાં.