અમિત પટેલ.અંબાજી
મહે.આઈ.જી.પી શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સાહેબે તેમજ શ્રી આર.કે.પટેલ નાયબ પોલીસ અધીક્ષકશ્રી પાલનપુર વિભાગ, પાલનપુર નાઓએ જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના આપેલ હોય જે સુચના અન્વયે
શ્રી જે.બી.આચાર્ય પોલીસ ઇન્સ્પેકટર અંબાજી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન મુજબ
શ્રી પી.કે.લીંબાચિયા પોલીસ સબ ઇન્સપેક્ટર અંબાજી પો.સ્ટે. તથા આ.હેડ.કો. દીનેશભાઈ રૂપાભાઇ તથા અ.પો.કો. દીપકભાઈ પાંચાભાઇ તથા ASI રતનસિંહ મદજી તથા UPC સુરેશભાઈ ગોદડભાઇ વિગેરે નાઓ સાથે અંબાજી સરહદ છાપરી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન એક મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા કંપનીની XUV 500 મોડલની ગાડી નં.HR-51 AW-8225 વાળી આબુરોડ તરફથી આવતી હોઈ જેને ઉભી રાખવા આ.હેડ.કો. દીનેશભાઈ રૂપાભાઇ નાઓએ હાથથી ઈશારો કરતા ગાડી ઉભી રાખેલ નહીં અને અંબાજી તરફ ભગાડી મુકેલ જેથી શંકાસ્પદ જણાતા આ.હેડ.કો. દીનેશભાઈ રૂપાભાઇ તથા દીપકભાઈએ ખાનગી વાહનથી પીછો કરેલો તે દરમ્યાન ASI રતનસિંહને ફોનથી હકીક્તની જાણ કરેલ અને તાત્કાલિક નાકાબંધીમાં આવવા જણાવેલ અને આ.હેડ.કો. દીનેશભાઈ રૂપાભાઇ ભાગેલ ગાડીનો પીછો કરતા કરતા આવતા આંબલીમાળ ગામની સીમ શીતળામાની ઘાટી પાસે રોડની સાઈડમાં ગાડીનો ચાલક તેના કબ્જાની ગાડી મુકી ભાગી ગયેલ જે મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા કંપનીની XUV 500 મોડલની સીલ્વર કલરની ગાડી નં.HR-51 AW-8225 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 266/- કિ.રૂ. 4,99,000/- ના જથ્થા સહિત વાહન ચાલક પોતાના કબ્જાની ગાડી મૂકી નાસી ગયેલ જેઓના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ અંબાજી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.