અમદાવાદ: 23 એપ્રિલ એટલે વિશ્વ્ પુસ્તક દિવસ. જ્ઞાનની નવી ઉર્જાને સત્કારવાનો, આવકારવાનો અને અભિવ્યક્ત કરવાનો દિવસ એટલે વિશ્વ્ પુસ્તક દિવસ. સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે અને સારા પુસ્તકો જેવો કોઈ કાયમી મિત્ર હોતો નથી એ કહેવત આપણે સૌ જાણીયે છીએ. મનુષ્યના જીવન ઘડતરમાં પુસ્તક વાંચનનો ખુબ મોટો પ્રભાવ પડે છે પણ આજના આધુનિક યુગમાં પુસ્તકોનું સ્થાન ઈલેક્ટોનીક્સ ગેજેટ્સે લઇ લીધું છે.આજની યુવા પેઢી ટેક્નોલોજીની નજીક અને પુસ્તકોથી દૂર થઇ રહી છે. આજના બાળકોને બાળપણથીજ મોબાઈલની લત લાગી જાય છે જેના કારણે તેઓ પુસ્તક વાંચનથી દૂર થઇ રહ્યા છે અને બાળકોની આંખમાં નંબર પણ વધતા જોવા મળી રહ્યા છે.
આ સમયમાં અમદાવાદ આસ્થા ઓપલ ફ્લેટ નવાવાડજમાં રહેતી અને સ્વસ્તિક સ્કુલ નવા વાડજમાં અભ્યાસ કરતી હની રાવલ દ્વારા છેલ્લા છ વર્ષથી નિયમિત રૂપે બાળ સાહિત્ય, સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન અને ટેક્નોલીજી જેવા વિવિધ વિષયોના પુસ્તકોનું નિયમિત રૂપે વાંચન કરવામાં આવે છે, સાથે સાથે તેની નાની બહેન સાન્વીને પણ બાળવાર્તાઓના સુંદર પુસ્તકો વાંચવાની ટેવ પાળે છે. હની દ્વારા આપણે ત્યાં ઉજવાતા વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રસંગોએ પુસ્તક આકારનો ડ્રેસ પહેરી પોતે પુસ્તક બની પુસ્તક વાંચનનો સુંદર સંદેશ પણ આપવામાં આવે છે.
આજના બાળકોનો મોટાભાગનો સમય મોબાઈલ ટેલિવિઝન અને કમ્યુટર પાછળ ખરાબ થાય છે ત્યારે આ સુંદર સમયને બચાવવા માટે અને બાળકોમાં વાંચન રસ કેળવાય તે ઉદેશથી હની રાવલ વિશ્વ પુસ્તક દિવસને પોતાના ઘરે ખુબ ઉત્સાહ પૂર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હની દ્વારા પોતાના બાળમિત્રોને ઘરે આમંત્રિત કરવામાં આવ્યા હતા,
ઘરમાં જ હની દ્વારા આવેલ બાળકો માટે પુસ્તકોનું નાનકડું પ્રદર્શન ગોઠવી વિવિધ વિષયોના પુસ્તકોનો પરિચય કરાવવામાં આવ્યો હતો, ત્યાર બાદ બધા બાળમિત્રો સાથે બેસી એકાદ કલાક જેટલું સમૂહ વાંચન પણ કર્યું હતું,સાથે સાથે અવનવી રમતો રમી છેલ્લે દરેક બાળમિત્રને એક એક પુસ્તક ભેટ સ્વરૂપે આપી વિશ્વ પુસ્તક દિવસની ખુબ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આજના આ ટેકલનોલોજી યુગમાં હની દ્વારા બાળકોને પુસ્તક વાંચવા માટેનો પ્રયાસ ખરેખર સરાહનીય છે જે આવનાર સમયમાં બાળકો ટેકનોલોજી થી દુર રહી પોતાનો સમય અવનવા જ્ઞાનથી ભરેલા પુસ્તકોનું વાંચન કરે અને અન્ય ને પણ તે વાંચવા માટે પ્રેરિત કરે તે સંદેશો પાઠવે છે. અમદાવાદની આ દીકરીની પ્રશ્શનિય કાર્યને સલામ છે.