શક્તિ ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી મંદિર ખાતે માતાજીના ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન આવે છે. અંબાજી મંદિર નો દર્શન સમય સૂર્યોદય અને સૂર્યાસ્ત ના સમય દરમીયાન ફેરફાર થતો હોય છે ત્યારે અંબાજી મંદિર ખાતે પણ બે મહીના સુધી દર્શન સમય મા ફેરફાર કરવામાં આવ્યો છે જેમા દીવસ મા 3 વખત માતાજીની આરતી કરવામાં આવશે.
આ 2 મહીના સુધી અંબાજી મંદિર ખાતે દર્શન સમય પણ બદલાયો છે. અંબાજી મંદિર ખાતે આખાત્રીજ થી અષાઢી એકમ સુધી અન્નકુટ થઈ શકશે નહીં. અંબાજી મંદિર નો દર્શન સમય નીચે મુજબ છે.
સવારે મંગળા આરતી — 7 થી 7:30
સવારે દર્શન — 7:30 થી 10:45
રાજભોગ આરતી — 12:30 થી 1
બપોરે દર્શન — 1 થી 4:30
સાંજેની આરતી — 7 થી 7:30
સાંજે દર્શન — 7:30 થી 9
@@ માતાજીને સૂર્ય નારાયણના દર્શન કરાવીને આરતી શરૂ થાયછે @@
અંબાજી મંદિરના ચાચર ચોકમાં કાચ વડે ગર્ભગૃહ મા માતાજીને સૂર્ય નારાયણના દર્શન કરાવીને આરતી શરૂથાય છે
અંબાજી પ્રહલાદ પૂજારી