Crime

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂનાં જથ્થા સહિત કુલ રૂ.૧,૨૭,૦૦૦/-નો મુદ્દામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

💫 ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા  પોલીસ અધિક્ષક શ્રી, ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી. જાડેજા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/ જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.

💢આજરોજ વહેલી સવારનાં ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.હેડ કોન્સ. રાજપાલસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે, હર્ષદ ડાભી રહે.હાદાનગર,ભાવનગરવાળો તેનાં કબ્જા-ભોગવટાની બજાજ કંપનીની મેક્ષીમા CNG લીલા-પીળા કલરની રીક્ષા રજી.નંબર-GJ-04-AU 3294માં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી સુભાષનગર,ભગવાનેશ્વર મંદિર સામેનાં ખાંચામાં આવેલ શ્રી રામ ટેનામેન્ટનાં ડેલાની સામે બહારથી લાવી હેરફેર કરે છે.જે રીક્ષા હાલ શ્રી રામ ટેનામેન્ટનાં ડેલા સામે પડેલ છે. જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં બજાજ કંપનીની મેક્ષીમા CNG લીલા-પીળા કલરની આગળ-પાછળ રજી. નંબર-GJ-04-AU 3294 પાસે હર્ષદ ડાભી રહે.હાદાનગર, ભાવનગરવાળો કે અન્ય કોઇ માણસ હાજર મળી આવેલ નહિ. આ રીક્ષામાં તપાસ કરતાં પાછળનાં ભાગે આવેલ સીટ વચ્ચે અંગ્રેજીમાં મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ લખેલ ખાખી કલરનાં પુંઠાની પેટીઓ નંગ-૬માં મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ 750 ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૧૨-૧૨ એમ કુલ બોટલ નંગ-૭૨ કિ.રૂ.૨૭,૦૦૦/- ની મળી આવેલ. આ બજાજ કંપનીની મેક્ષીમા CNG લીલા-પીળા કલરની રજી. નંબર-GJ-04-AU 3294 કિ.રૂ.૧,૦૦,૦૦૦/-મળી કુલ રૂ.૧,૨૭,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ.

💢 આ અંગે ઉપરોકત ઇસમો વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ.આ આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરેલ છે.

💢 આમ, ભાવનગર,એલ.સી.બી. ને ભાવનગર શહેર વિસ્તારમાંથી ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂનાં જથ્થો કિ.રૂ.૨૭,૦૦૦/- સહિત કુલ રૂ.૧,૨૭,૦૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

💫 આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં. પોલીસ ઇન્સ.શ્રી એસ.બી. ભરવાડ, પો.સબ ઇન્સ શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયાની સુચના અને માર્ગદર્શન અનુસાર પો.હેડ કોન્સ. રાજપાલસિંહ સરવૈયા, જયરાજસિંહ જાડેજા,વનરાજભાઇ ખુમાણ એ રીતેનાં સ્ટાફના માણસો જોડાયા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 75

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *