bhavnagarBreaking NewsCrimeGujarat

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ દ્વારા ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

જે અનુસંધાને આજરોજ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્‍તારમાં ચોરી નાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે શંકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,ભાવનગર,ગઘેડીયા ગ્રાઉન્ડમાં એક ઇસમ શંકાસ્પદ કાળા કલરની ચાર વ્હીલવાળી એક્ટીવા રજી.નંબર- GJ-04-CQ-6985નુ લઇને ઉભો છે.જેથી બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના માણસ ઉપરોકત વર્ણનવાળા એકટીવા સ્કુટર સાથે હાજર મળી આવેલ.જે સ્કુટર અંગે તેની પાસે આધાર-પુરાવા ન હોય.આ સ્કુટરના રજી.નંબર આધારે ઓનલાઇન ઇ-ગુજકોપમાં સર્ચ કરતાં વાહન માલિક સંજયભાઇ પ્રકાશભાઇ પરમાર રહે.આડોડિયાવાસ,ભાવનગરવાળા હોવાનું જણાય આવેલ.જેથી નીચે મુજબના ઇસમ પાસેથી સ્કુટર શંકાસ્પદ મિલ્કત તરીકે તપાસ અર્થે કબ્જે કરેલ.તેની આ સ્કુટર બાબતે પુછપરછ કરતાં બે દીવસ પહેલા ભાવનગર,આડોડીયાવાસ,મેલડી માતાના મંદીર પાસે એક રહેણાંક મકાનની સામે રસ્તા ઉપરથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.જેથી આગળની વધુ તપાસ થવા માટે તેને ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.
પકડાયેલ ઇસમઃ-
વિષ્ણુભાઇ ઉર્ફે લાલો મનુભાઇ સોલંકી ઉ.વ.૧૯ ધંધો-મજુરી/હિરા ઘસવાનો રહે.દેવીપૂજકવાસ,સ્લમ બોર્ડ,તિલકનગર,આનંદનગર,ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
કાળા કલરનું હોન્ડા કંપનીનું ચાર વ્હીલવાળું એક્ટીવા સ્કુટર રજી.નંબર-GJ-04-CQ-6985 કિ.રૂ.૫૦,૦૦૦/-
શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ-
ભાવનગર શહેર, ઘોઘા રોડ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૬૨૪૦૪૮૭/૨૦૨૪ ઇ.પી.કો કલમઃ-૩૭૯ મુજબ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર,તથા પોલીસ કર્મચારી અરવિંદભાઇ મકવાણા,ભહિપાલસિંહ ચુડાસમા,ઇમ્તિયાઝખાન પઠાણ,ચંદ્દસિંહ વાળા,અલ્ફાઝ વોરા જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

બાબરા પંથકના તાવેદર ગામના જાલાભાઈ અને તેના પત્ની બન્ને બસમાં મોબાઈલ ભુલી ગયા અને પછી માનવતાને શોભાવતો કિસ્સો

ગારિયાધાર ડેપોથી રાજકોટ રૂટના બસ ડ્રાઈવર અને કંડકટરની પ્રમાણિકતા ને સલામ...બન્ને…

1 of 390

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *